એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rjaput)ની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની એક તસવીર રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણ (Rajiv Lakshman)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પણ આ તસવીર પર રાજીવે કેપ્શને એટલાં સવાલ ઉઠાવ્યાં હતાં કે, માફી માંગતા તેણે તે તસવીર ઇન્સ્ટાગ્રામ પર હટાવી દીધી છે. એટલું જ નહીં, રિયા ચક્રવર્તીને 'My Girl' લખવા માટે રાજીવે તેની ભૂલ માની છે અને પોતે ખોટાં શબ્દોનો ઉપયોગ કર્યો છે તેમ કહ્યું છે.
આપને જણાવી દઇએ કે, હાલમાં જ રિયા ચક્રવર્તી પોતાના ખાસ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. સુશાંતના મોતના છ મહિના બાદ રિયા આ રીતે પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. 'રોડીઝ'નાં રાજીવ લક્ષ્મણે સોશિયલ મીડિયામાં રિયા સાથેની તસવીર શૅર કરી હતી. રિયાને સુશાંત કેસમાં આરોપી બનાવવામાં આવી છે અને તેથી જ સુશાંતના ચાહકોને આ તસવીર પસંદ આવી નહોતી. તેમણે રાજીવને ટ્રોલ કર્યો હતો.

રાજીવે રેહા સાથે શેર કરેલી તસવીર અને બાદમાં માંગેલી માફી
રિયા વીજે અનુષા દાંડેકરની બર્થડે પાર્ટીમાં આવી હતી. પાર્ટીમાં ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, 'રોડીઝ' જજ રાજીવ લક્ષ્મણ તથા અન્ય લોકો હતા. રાજીવે સોશિયલ મીડિયામાં રિયા સાથેની બે તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'માય ગર્લ.' રાજીવની પત્ની સુસાને પાર્ટીની ગ્રુપ તસવીર શૅર કરી હતી. પાર્ટીમાં રિયાનો સ્ટાઈલિસ્ટ અંદાજ જોવા મળ્યો હતો. રિયા બ્રાઉન રંગના સૂટમાં જોવા મળી હતી અને તેણે ઘૂંટણ સુધી હાઈ બુટ્સ પહેર્યાં હતાં. રિયાએ કોઈ મેકઅપ કર્યો નહોતો.
ડ્રગ્સ મામલે હમણાં થોડા દિવસ પહેલાં જ NCB સમક્ષ રિયા અને તેનો ભાઇ શૌવિક હાજરી નોંધાવી ચુક્યા હતાં. કોર્ટે બંનેને જામીન પર છોડવા દરમિયાન શરત રાખી હતી કે, તેઓએ આગામી છ મહિના સુધી દર મહિનાનાં પહેલાં સોમવારે NCBની ઓફિસમાં હાજરી નોંધાવી પડશે.
છેલ્લા થોડા સમયથી ઘર શોધી રહ્યાં છે રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર. સુશાંત કેસમાં તેમને વારંવાર મીડિયાની અડચણ હોવાને કારણે તેમનાં ફ્લેટ તરફથી તેમને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.