Home /News /entertainment /

"Kaala જાદુ": રજનીના પોસ્ટર્સ પર દૂધનો અભિષેક, થિયેટર્સ બહાર ઉત્સવ જેવો માહોલ

"Kaala જાદુ": રજનીના પોસ્ટર્સ પર દૂધનો અભિષેક, થિયેટર્સ બહાર ઉત્સવ જેવો માહોલ

    ફેન્સ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં તેવી રજનીકાંતની ફિલ્મ 'કાલા' આજે ગુરૂવારે રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મનો પહેલો શો આજે સવારે 4 વાગે રાખવામાં આવ્યો હતો. ફિલ્મ રિલીઝ થતાં પહેલા ફેન્સે રજનીકાંતના પોસ્ટરને દૂધથી નવડાવીને સ્વાગત કર્યું હતું.

    લોકોમાં 'થલાઇવા'ની દિવાનગી એટલી છે કે ફેન્સ સવારે ચાર વાગ્યાથી થિયેટરની બહાર લાઇનમાં ઉભા હતાં. થિયેટરની બહાર જાણે દિવાળી આવી ગઇ હોય તેવા ફટાકડા ફોડીને ઉજવણી થઇ રહી હતી. આ ફિલ્મમાં રજનીની સાથે નાના પાટેકરની પણ દમદાર એક્ટિંગ જોવા મળશે.

    જ્યારે સિંગાપુરમાં 40 મિનિટ સુધી મૂવીનું ફેસબૂક લાઇવ થતાં યુવકની ધરપકડ પણ થઇ છે.

    'કાલા'ની રિલીઝની ઉજવણી કરતાં ફેન્સ થિયેટરની બહાર ફટાકડા ફોડીને કરતાં હતાં. ક્યાંક તો તેમના પોસ્ટરની આરતી પણ ઉતારવામાં આવી.

    લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં.

    સવારે ચાર વાગ્યાથી રજનીના ફેન્સ ફિલ્મ જોવા ઉમટી પડ્યાં હતાં.

    માત્ર ભારતીય જ નહીં જાપાનીઝ પણ આ ફિલ્મ જોવા માટે આતુર છે.

    40 મિનિટ સુધી થયું હતું લાઇવ

    સિંગાપુરમાં કાળાનો પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન એક યુવકે ફેસબુક લાઇવ કરીને પોતાના મિત્રોને ફિલ્મ બતાવવાની શરૂ કરી દીધી હતી. આશરે 40 મિનિટ સુધી યુવકે લાઇવ કર્યું હતું. જે પછી તરત થિયેટર તંત્રને ખબર પડતા યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

    જુઓ રજનીકાંતની 'કાલા'નું ટ્રેલર.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Facebook live, Rajnikanth, Tamilnadu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन