સુપરસ્ટાર ધનુષ (Dhanush) અને ઐશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajinikanth)ના ડિવોર્સ (Divorce News) લેવાની જાહેરાતે ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. સોમવાર 17 જાન્યુઆરીની રાત્રે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન દ્વારા બંનેએ જાહેરાત કરી કે તેઓ દંપતી તરીકે અલગ થઈ રહ્યા છે. થલાઇવા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષે 2004માં લગ્ન કર્યા હતા અને તેઓ બે પુત્ર યાત્રા (2006) અને લિંગ (2010)ના માતાપિતા છે.
તેમના ડિવોર્સના સમાચારની સાથે ધનુષના વખાણ કરતા રજનીકાંતનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Rajinikanth Viral Video) થયો છે. આ વાયરલ વિડીયોમાં સસરા રજનીકાંત તેની ફિલ્મ કાલાના મ્યુઝિક લૉન્ચ ઇવેન્ટ વખતે ધનુષના ખૂબ આનંદપૂર્વક વખાણ કરી રહ્યા છે અને તેને "સારા" પિતા અને પતિ ગણાવી રહ્યા છે. વિડીયોમાં રજનીકાંત જણાવે છે કે, ધનુષ ખૂબ સારો છોકરો છે. તે તેના માતાપિતાનો ભગવાનની જેમ આદર કરે છે. તેની પત્નીનો પણ ખૂબ ખ્યાલ રાખે છે. તે એક સારો પિતા, સારો જમાઇ, સારો માણસ અને સારી આવડત તમામ ગુણો ધરાવે છે.
" isDesktop="true" id="1171365" >
38 વર્ષીય ધનુષ અને 40 વર્ષીય ઐશ્વર્યાએ તેમના ડિવોર્સ સંબંધિત વાતને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક નોટ લખીને ફેન્સ સાથે શેર કરી હતી.
ધનુષે ડિવોર્સ અંગે જાહેરાત કરતા લખ્યું કે, “મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે અને એકબીજાના શુભેચ્છકો તરીકે અઢાર વર્ષનો સાથ. આ સફર ગ્રોથ, સમજણ અને સ્વીકૃતિની રહી. આજે અમે એવા મુકામ પર છીએ, જ્યાં અમારા રસ્તાઓ અલગ થઇ રહ્યા છે. મેં અને ઐશ્વર્યાએ દંપતિ તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે અને અમારે વધુ સારી રીતે એક માણસ તરીકે સમજવા માટે થોડો સમય જોઇએ છે. મહેરબાની કરીને અમારા આ નિર્ણયનો આદર કરશો અને અમને જરૂરી પ્રાઇવસી આપશો જેથી અમે આ સ્થિતિને સંભાળી શકીએ. ઓમ નમઃશિવાય.” બીજી તરફ ઐશ્વર્યાએ પણ આ જ લખાણ સાથેની નોટ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કેપ્શન આપ્યું છે કે, “કોઇ કેપ્શનની જરૂર નથી. માત્ર તમારી સમજણ અને તમારા પ્રેમની જરૂર છે.!”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર