રજનીકાંત હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ, બ્લડ પ્રેશરમાં છે ઉતાર ચઢાવ

ફાઇલ ફોટો

રજનીકાંતની તબિયત નાદુરસ્ત છે અને તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 • Share this:
  હૈદરાબાદ: રજનીકાંતની તબિયત નાદુરસ્ત છે અને તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાંત (Rajinikanth) તેમની ફિલ્મનાં શૂટિંગ માટે હૈદરાબાદમાં (Hyderabad) હતાં ત્યારે તેમી ફિલ્મનાં આઠ ક્રુ મેમ્બર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  એપોલો હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેટમેન્ટ


  તેઓ છેલ્લાં 10 દિવસથી હૈદરાબાદમાં હતાં. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પણ તેમને બ્લડપ્રેશરમાં વારંવાર બદલાવ આવ્યો છે. તેમનાં સારવારમાં માલૂમ પડ્યું કે તેમને બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ ઉપરાંત તેમને ગભરામણની તકલીફ છે આ સીવાય તેમને અન્ય કોઇ જ તકલીફ નથી. હૈદરાબાદની એપોલો હોસ્પિટલ દ્વારા આ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  રજનીકાંત હાલમાં જ 12 ડિસેમ્બરનાં રોજ 70 વર્ષનાં થયા છે. તેઓ હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ 'અનાથે' Annaattheનાં શૂટિંગ માટે હૈદરાબાદમાં 14 ડિસેમ્બરથી હતાં. પણ ફિલ્મનાં આઠ ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. અને તમામ ટીમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રજનીકાંતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે તેમણે પોતાને ક્વૉરન્ટિન કરી લીધા હતાં અને તેઓ અંડર ઓબ્ઝર્વેશન હતાં.

  ફિલ્મ સાથે સંક્ળાયેલાં સૂત્રોનું માનીયે તો, શૂટિંગ અચોક્કસ મુદત માટે અટકાવી દેવામાં આવતા રજનીકાંત બુધવાર 23 ડિસેમ્બર અથવા ગુરુવાર 24 ડિસેમ્બરના રોજ ચેન્નઈ પરત ફરી જવાનાં હતાં પણ હાલમાં તેઓ હૈદરાબાદમાં જ હોસ્પિટલમાં દાખલ છે.  અત્યાર સુધીમાં ફિલ્મનું 60 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. હવે 40 ટકા કામ બાકી છે. જો ફિલ્મનું શૂટિંગ ચાલુ હોત તો તે 29 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવત. ફિલ્મમાં રજનીકાંત કેરિંગ ભાઇનાં રોલમાં નજર આવે છે. ફિલ્મમાં રનજીકાંત ઉપરાંત કીર્તિ સુરેશ છે. જે તેમની બહેનનાં પાત્રમાં છે. તો ફિલ્માં જેકી શ્રોફ અને પ્રકાશ રાજ પણ મહત્વનાં પાત્રમાં નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: