કોરોનાનાં કારણે રજનીકાંતની ફિલ્મનું શૂટિંગ અટક્યું, 8 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ

કોરોનાનાં કારણે રજનીકાંતની ફિલ્મનું શૂટિંગ અટક્યું, 8 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ
રજનીકાંતની ફિલ્મનું શૂટિંગ કોરોનાને કારણે અટક્યું

ફિલ્મ સાથે સંક્ળાયેલાં સૂત્રોનું માનીયે તો, શૂટિંગ અચોક્કસ મુદત માટે અટકાવી દેવામાં આવતા રજનીકાંત બુધવાર 23 ડિસેમ્બર અથવા ગુરુવાર 24 ડિસેમ્બરના રોજ ચેન્નઈ પરત ફરી જશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રજનીકાંત (Rajinikanth) હાલમાં તમિલ ફિલ્મ 'અન્નાથ્થે'નું (Annathey) શૂટિંગ હૈદરાબાદમાં કરી રહ્યા હતા. પણ હાલમાં તેમની ફિલ્મનું શૂટિંગ અકાવી દેવામાં આવ્યું છે. અને તે ફરી શરૂ ક્યારે થશે તે અંગે કંઇ જ માહિતી આપવામાં આવી નથી. કારમ છે સેટ પર આઠ ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે.

  ફિલ્મ સાથે સંક્ળાયેલાં સૂત્રોનું માનીયે તો, શૂટિંગ અચોક્કસ મુદત માટે અટકાવી દેવામાં આવતા રજનીકાંત બુધવાર 23 ડિસેમ્બર અથવા ગુરુવાર 24 ડિસેમ્બરના રોજ ચેન્નઈ પરત ફરી જશે.  અત્યાર સુધીમાં ફિલ્મનું 60 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. હવે 40 ટકા કામ બાકી છે. જો ફિલ્મનું શૂટિંગ ચાલુ હોત તો તે 29 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવત. ફિલ્મમાં રજનીકાંત કેરિંગ ભાઇનાં રોલમાં નજર આવે છે. ફિલ્મમાં રનજીકાંત ઉપરાંત કીર્તિ સુરેશ છે. જે તેમની બહેનનાં પાત્રમાં છે. તો ફિલ્માં જેકી શ્રોફ અને પ્રકાશ રાજ પણ મહત્વનાં પાત્રમાં નજર આવશે.

  'અન્નાથ્થે' ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

  આ પણ વાંચો- બિકિની પોસ્ટ પર ટ્રોલ કરનારાને કંગનાનો જડબાતોડ જવાબ, 'ધર્મ પર ચાલો તેનાં ઠેકેદાર ન બનો'

  આપને જણાવી દઇએ કે, રજનીકાંતે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેઓ હવે રાજકારણમાં સંપૂર્ણ ફોકસ કરવા માગે છે. હાલમાં જ રજનીકાંતે પોતાની પાર્ટીની જાહેરાત કરવાની વાત કરી હતી. તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.
  Published by:Margi Pandya
  First published:December 24, 2020, 12:27 pm

  ટૉપ ન્યૂઝ