સુપર સ્ટાર રજનીકાંત હોસ્પિટલમાંથી ડિસચાર્જ, આરતીથી થયું 'થલાઇવા'નું સ્વાગત

(photo credit: viral bhayani)

રજનીતકંતની તબયત (Rajinikanth Discharged from hospital) હાલમાં પહેલાં કરતાં સારી છે, જેને કારણે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુપર સ્ટાર રજનીકાંત (Rajnikanth)ને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. જોકે, તેમણે ડોક્ટ્રસને સંપૂર્ણ રેર્સટ કરવાની સલાહ આપી છે. રજનીકાંતને બ્લડ પ્રેશરની ફરિયાદ થયા બાદ હોસ્પિટલમાં શુક્રવારે એટલે કે 25 ડિસેમ્બરનાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલ દ્વારા તેમનાં વતી હેલ્થ બુલેટિન (Rajinikanth Discharged from hospital) માં એમ કહેવામાં આવ્યું છે કે, તેમના હાલત હવે પહેલાં કરતાં ઘણી સારી છે, તેમને કોઇ પ્રકારની ગંભીર સમસ્યા નથી.

  જોકે, ડોક્ટર્સ તરફથી તેમને સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપવામાં આવી છે. તેમણે તનાવથી દૂર રહેવા અને શૂટિંગ સેટ પર ઓછામાં ઓછું જવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે કોરોના વાયરસનાં સંક્રમણનો ડર હજુ પણ દેશ પર છે. એવામાં તેમને ખાસ સાવધાની વરતવા કહેવામાં આવ્યું છે. રજનીકાંતનું બ્લડપ્રેશ હવે સમાન્ય છે અને તેમની હાલત હવે સુધારા પર છે. પણ, ડોક્ટર્સે તેનાં સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છ. સાથે જ એક અઠવાડિયામાં બે વખત તેમનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવશે.

  (photo credit: viral bhayani)
  એક્ટર જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેમનાં ઘરે પહોચ્યા ત્યારે આરતીથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાની ખબરથી તેમના ફેન્સ ઘણાં ખુશ છે. એક્ટર જ્યારે હોસ્પિટલમાંથી ડિસચાર્જ થયા બાદ તેમનાં ઘરે પહોચ્યા તો ત્યાં આરતીથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઇએ કે, તેમની ફિલ્મની સેટનાં 8 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક્ટરનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ફિલ્મની શૂટિંગ 14 ડિસેમ્બરનાં હૈદરાબાદનાંર ામોજી ફિલ્મ સિટીમાં શરૂ થઇ હતી.
  Published by:Margi Pandya
  First published: