રજનીકાંત રાજકીય પાર્ટી નહીં સ્થાપે, કહ્યું- ભગવાને મને હૉસ્પિટલમાં મોકલી ચેતવણી આપી!

રજનીકાંત રાજકીય પાર્ટી નહીં સ્થાપે, કહ્યું- ભગવાને મને હૉસ્પિટલમાં મોકલી ચેતવણી આપી!
રજનીકાંત રાજકીય પાર્ટી નહીં સ્થાપે

આપને જણાવી દિએ કે, ગત અઠવાડિયે જ તેમને બ્લડપ્રેશરમાં ફ્લક્ચ્યુએશનની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાંથી રવિવારે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.

 • Share this:
  નવી દિલ્હી: તમિલનાડુનાં રાજકારણમાં પગ મુકવાની વાત કરીને હલચલ મચાવનારા 70 વર્ષિય મેગાસ્ટાર રજનીકાંત (Rajinikant)એ મંગળવારે જાહેરાત કરી કે તેઓ રાજકીય પાર્ટીની જાહેરાત નહી કરે આ પહેલાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ 31 ડિસેમ્બરનાં પોતાની રાજકીય પાર્ટીની જાહેરત કરશે.

  રજનીકાંતનાં સ્વાસ્થ્યને જોતા તેમણે જે જાહેરાત કરી હતી તે રાજકીય જાહેરાત હવે તેઓ નહીં માન્ય કરે. તેમણે કહ્યું કે, રાજકારણમાં શામેલ થયા વગર તેઓ જનસેવા કરશે. તેમણે એક નિવેદન જાહેર ક્યું કે, હું ખુબજ દુખ સાથે કહી ર્યો છુ કે 'હું રાજકારણમાં નથી આવી શકતો. મને ખબર છે કે, આ જાહેરાત હું કેટલાં દુખી મનથી કરી રહ્યો છું. મારા આ નિર્ણયથી મારા ફેન્સ અને લોકોમાં નિરાશા થશે. પણ કૃપ્યા મને માફ કરી દો.'

  આપને જણાવી દિએ કે, ગત અઠવાડિયે જ તેમને બ્લડપ્રેશરમાં ફ્લક્ચ્યુએશનની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એક ફિલ્મની શૂટિંગ માટે તેઓ હૈદરાબાદમાં હતાં આ દમરિાયન તેમની ફિલ્મની ટીમનાં 8 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતાં જે બાદ રજનીકાંતનો પણ કોરોના ટેસ્ટ થયો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે બાદમાં તેમને બ્લડપ્રેશરની સમસ્યા થઇ હતી. જે માટે તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાંથી રવિવારે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.

  જે બાદ તેઓ તેમનાં ઘરે પરત ફર્યા હતાં જ્યાં તેમની પત્નીએ આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે આજે જાહેરાત કરી કે તેઓ સક્રિય રૂપે રાજકારણમાં નહીં જોડાય પણ તેઓ જનસેવા કરશે.
  Published by:Margi Pandya
  First published:December 29, 2020, 18:05 pm

  ટૉપ ન્યૂઝ