રાજેશ ખન્નાએ 1000 કરોડની સંપત્તિ દીકરીઓના નામે કરી, પત્નીને ન આપ્યો એક પણ પૈસો? શું હતું કારણ?

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

1965માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેરે નવા હીરો (Hero)ની શોધમાં ટેલેન્ટ હન્ટ (Talent Hunt) કર્યું હતું. ફાઈનલમાં દસ હજારમાંથી આઠ છોકરાઓની પસંદગી કરવામાં આવી હતી.

  • Share this:
    મુંબઈ : ફિલ્મી દુનિયામાં પોતાની શાનદાર એક્ટિંગ (Acting) માટે જાણીતા સુપરસ્ટાર એક્ટર (Actor) રાજેશ ખન્ના (Rajesh Khanna)એ પોતાના ફિલ્મી કરિયર (Career)માં ઘણી સુપરહિટ ફિલ્મો (Films) આપી છે. 1965માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેરે નવા હીરો (Hero)ની શોધમાં ટેલેન્ટ હન્ટ (Talent Hunt) કર્યું હતું. ફાઈનલમાં દસ હજારમાંથી આઠ છોકરાઓની પસંદગી કરવામાં આવી હતી. તે આઠમાં રાજેશ ખન્ના પણ સામેલ હતા અને અંતે રાજેશ ખન્નાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રાજેશ ખન્નાએ ફિલ્મોમાં એવો રેકોર્ડ (Record) બનાવ્યો છે જેને ભાગ્યે જ કોઈ તોડી શકે છે. રાજેશ ખન્નાએ 1969થી 1971ની વચ્ચે એક સાથે 15 હિટ ફિલ્મો આપી હતી. આ લેખમાં અમે તમને અભિનેતા રાજેશ ખન્ના સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

    રાજેશ ખન્ના હવે આપણી વચ્ચે નથી, પરંતુ અભિનેતા રાજેશ ખન્નાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એક તેજસ્વી અભિનેતા કહેવામાં આવે છે. તેણે પોતાની મોહક સ્મિતથી બધાનું દિલ જીતી લીધું હતું. રાજેશ ખન્ના ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમના ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. અભિનેતાએ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરીને ઘણી ખ્યાતિ મેળવી છે.

    જણાવી દઈએ કે, એક્ટર રાજેશ ખન્નાએ 1966માં આવેલી ફિલ્મ “આખીરી ખત” થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન ચેતન આનંદે કર્યું હતું. રાજેશ ખન્નાની બીજી ફિલ્મ ‘રાઝ’ હતી, જેનું દિગ્દર્શન રવિન્દ્ર દવેએ કર્યું હતું. 1969 અને 1971 ની વચ્ચે, રાજેશ ખન્નાએ સતત 15 હિટ ફિલ્મોમાં કામ કર્યું અને સિનેમાના પ્રથમ સુપરસ્ટાર બન્યા.

    પત્ની ડિમ્પલ કાપડિયાને એક પણ પૈસો ન આપ્યો

    બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રાજેશ ખન્ના પોતાની દીકરીઓને ખૂબ પ્રેમ કરતા હતા. રાજેશ ખન્ના પોતાની બે દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના પર જીવ ન્યોછાવર કરતા હતા. આ જ કારણ છે કે પોતાના જીવનના અંતિમ દિવસોમાં તેણે પોતાની તમામ મિલકત દીકરીઓના નામે કરી દીધી હતી પરંતુ અભિનેતાએ તેની પત્ની ડિમ્પલ કાપડિયાને એક પૈસો પણ આપ્યો ન હતો.

    ડિમ્પલે નાની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા. આપને જણાવી દઈએ કે ડિમ્પલ તેની પહેલી ફિલ્મ "બોબી"ના શૂટિંગ દરમિયાન માત્ર 16 વર્ષની હતી અને શૂટિંગ દરમિયાન ડિમ્પલે નાની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ કાપડિયા સાથે રાકેશ ખન્નાનું લગ્નજીવન સારું ચાલી રહ્યું ન હતું. તે તેના લગ્ન જીવનમાં બિલકુલ ખુશ ન હતા. આ બંનેનો લગ્ન સંબંધ 11 વર્ષ સુધી ચાલ્યો, ત્યારબાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા અને તેઓ અલગ રહીને પોતાનું જીવન જીવવા લાગ્યા.

    રાજેશ ખન્ના લગભગ 1000 કરોડની સંપત્તિના માલિક હતા. એવું કહેવાય છે કે આ દુનિયા છોડતા પહેલા રાજેશ ખન્ના પોતાના પરિવારના સભ્યોની સામે તેમનું વસિયતનામું વાંચવા માંગતા હતા. જમાઈ અક્ષય કુમાર, પત્ની ડિમ્પલ કાપડિયા અને કેટલાક મિત્રોની હાજરીમાં રાજેશ ખન્નાનું વસિયતનામું વાંચવામાં આવ્યું હતું.

    રાજેશ ખન્નાના આ વસિયતનામા અનુસાર, અભિનેતાએ તેમની તમામ સંપત્તિને બે પુત્રીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાના નામે બે સમાન ભાગોમાં વહેંચી દીધી. રાજેશ ખન્નાની 1000 કરોડની સંપત્તિમાં તેમનો પ્રખ્યાત બંગલો આશીર્વાદ, બેંક ખાતા અને અન્ય જંગમ અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તેમની પત્ની ડિમ્પલ કાપડિયા અને લિવ-ઈન પાર્ટનર અનિતા અડવાણીને તેમની સંપત્તિમાંથી સંમપૂર્ણપણે બાકાત રાખી હતી
    Published by:kiran mehta
    First published: