રાજેશ ખન્ના એક સમયે નાટકનો એક ડાયલોગ પણ નહોતા બોલી શક્યા, ઓડિટોરિયમમાંથી થઈ ગયા હતા ફરાર
રાજેશ ખન્ના એક સમયે નાટકનો એક ડાયલોગ પણ નહોતા બોલી શક્યા, ઓડિટોરિયમમાંથી થઈ ગયા હતા ફરાર
રાજેશ ખન્નાના જીવનની એક રસપ્રદ વાત
રાજેશ ખન્ના (Rajesh Khanna) એ પોતાના ડાયલોગ્સને પરફેક્ટ કરવા માટે ખૂબ મહેનત કરી હતી પરંતુ તેઓ નર્વસ થઈ રહ્યા હતા. તે પછી તે દિવસ હતો જ્યારે તેના તમામ પ્રયત્નોની કસોટી થવાની હતી
દિવંગત બોલિવૂડ (Bollywood) અભિનેતા રાજેશ ખન્ના (Rajesh Khanna) ના અભિનયએ તેમને 60 અને 70 ના દાયકામાં એક મોટો ફેન બેસ આપ્યો હતો. ફિલ્મોમાં તેમનો અભિનય દર્શકોમાં પ્રેમની ભાવના જગાવતો હતો અને કેટલાક લોકોની આંખમાં આંસુ લાવી દેતો હતો. રાજેશ ખન્ના આટલા પ્રભાવશાળી કલાકાર હોવા છતાં તમને એ જાણીને નવાઈ લાગશે કે શરૂઆતના દિવસોમાં તેઓ અભિનયની દ્રષ્ટિએ વધુ સારા નહોતા. કદાચ તમને આ વાત માનવામાં નહીં આવે! તો ચાલો તમને આ બાબતે થોડી વધુ વિગતો જણાવીએ
રાજેશ ખન્નાએ અભિનયમાં શરૂઆતી પગલું વી.કે. શર્મા (V.K. Sharma) ની ડ્રામા કંપની INT થી ભર્યું હતું. તેમનો એક મિત્ર આ કંપની સાથે સંકળાયેલો હતો. જ્યારે રિહર્સલ ચાલી રહ્યું હતું ત્યારે રાજેશ પણ સ્થળ પર પહોંચતા હતા. એક દિવસના વી.કે. શર્મા તેમની નોંધ લેશે જ તેવી તેમને આશા હતી. તેની પ્રખર ઇચ્છા ટૂંક સમયમાં સાચી થઈ હતી. નાટકનો એક અભિનેતા બીમાર પડ્યો અને તેમને તે પાત્ર ભજવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
એ નાટકમાં કાકાનો એક જ સંવાદ હતો. તેમની ભૂમિકા દરબારીની હતી, જે માત્ર એક સંવાદ પુરતી મર્યાદિત હતી. સંવાદ હતો, “જી હુઝુર, સાહેબ ઘર મેં હૈ (હા સર, સાહેબ ઘરે છે)”.
રાજેશ ખન્નાએ પોતાના ડાયલોગ્સને પરફેક્ટ કરવા માટે ખૂબ મહેનત કરી હતી પરંતુ તેઓ નર્વસ થઈ રહ્યા હતા. તે પછી તે દિવસ હતો જ્યારે તેના તમામ પ્રયત્નોની કસોટી થવાની હતી. કાકાએ તેમના એક્ટ માટે અથાક મહેનત કરી હતી, પરંતુ મોટી ભીડનો સામનો કરવાના માત્ર વિચારથી તેઓ ગભરાઈ ગયા હતા. જ્યારે તેમણે નાટક જોવા માટે બેઠેલા વિશાળ પ્રેક્ષકોને જોયા ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા.
આ ગભરાટની તેમની ડાયલોગ ડિલિવરી પર વિપરિત અસર થઈ હતી. તે “જી હુઝૂર, સાહેબ ઘર મેં હૈં” ને બદલે “જી સાહેબ, હુઝૂર ઘર મેં હૈં (હા સાહેબ, સાહેબ ઘરે છે)” બોલ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં કાકાએ આ કિસ્સા અંગે વાત કરી હતી અને તેઓ તે સમયે આંસુને કાબૂમાં ન રાખી શક્યા હોવાનું તથા ઓડિટોરિયમમાંથી ભાગી ગયા હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે આ નાની હાર કાકાની અંદરના મહાન અભિનેતાને પાછળ રાખી શકી નહીં. આનંદ, કટી પતંગ અને અન્ય ફિલ્મો સાથે તેઓ બોલિવૂડના સુપરસ્ટાર બની ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર