Home /News /entertainment /

રાજીવ સેન અને ચારુ અસોપા વચ્ચે પેચઅપ થઈ ગયું? રાજીવે જણાવ્યું રોમેન્ટિક ફોટાની હકીકત

રાજીવ સેન અને ચારુ અસોપા વચ્ચે પેચઅપ થઈ ગયું? રાજીવે જણાવ્યું રોમેન્ટિક ફોટાની હકીકત

સુષ્મિતા સેનના ભાઈ-ભાભીનું થઈ ગયું પેચઅપ!

બોલિવૂડ સ્ટાર્સ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલ તો સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના સંબંધ એ હદે વણસી ગયા છે કે, વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. એક સમયે રાજીવ અને ચારુએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા. છૂટાછેડાની અફવા વચ્ચે રાજીવે પત્ની સાથેની રોમેન્ટિક તસવીર શેર કરી છે.

વધુ જુઓ ...
    બોલિવૂડ સ્ટાર્સ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલ તો સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના સંબંધ એ હદે વણસી ગયા છે કે, વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. એક સમયે રાજીવ અને ચારુએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા. રાજીવ અને ચારુના સંબંધો વિશે જાણવા માટે ફેન્સ ઉત્સુક હોય છે. ત્યારે હવે છૂટાછેડાની અફવા વચ્ચે રાજીવે પત્ની સાથેની રોમેન્ટિક તસવીર શેર કરી છે. બંનેના આ ફોટોએ ફેન્સને મૂંઝવણમાં મૂકી દીધા છે.

    રાજીવ-ચારુ વચ્ચે સમાધાન થઈ ગયું?

    રાજીવનો રિસ્પોન્સ ત્યારે આવ્યો છે જ્યારે ચારુએ ઈન્સ્ટા બાયોમાં સેન સરનેમ લખી ચારુ અસોપાને ચારુ અસોપા સેન કરી દીધું છે. રાજીવ સેને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પત્ની ચારુ સાથેની એક ખુબસુરત તસવીર શેર કરી છે. આ તસવીર જોયા બાદ લાગી રહ્યું છે કે, બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે ને બંનેને સાથે ખુશ દેખાય રહ્યા છે. આ તસવીર શેર રેડ રોજ ઈમોજી શેર કર્યું છે. રાજીવ-ચારુનો ફોટો જોઈને ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે તેમની વચ્ચે પેચઅપ થઈ ગયું છે. ઇ-ટાઇમ્સે આ તસવીર બાબતે સવાલના જવાબમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મારી હાલની તસવીરની વાત છે કે, તસવીર જ ઘણું બધુ કહી જાય છે.








    View this post on Instagram






    A post shared by Rajeev Sen (@rajeevsen9)






    થોડા દિવસ પહેલાં રાજીવ દીકરી જિયાનાને મળવા માટે પહોંચ્યો હતો. આ બાદ રાજીવે પત્ની ચારુના એટલે વખાણ કર્યા હતા કે, હેડ, ફૂટ અને માઉથના રોગથી પીડિત દીકરીનું સારી રીતે ધ્યાન રાખી રહી છે. આટલું જ નહીં રાજીવે પત્ની ચારુને લાલ સાડીમાં જોઈને વખાણ કર્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, રાજીવ અને ચારુ વચ્ચે આખરે ચાલી શું રહ્યું છે.

    ચારુ અસોપા અને તેમના પતિ રાજીવ સેન તેમના જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ કપલે 7 જૂન 2019 ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 1 નવેમ્બર 2021ના ​​રોજ દીકરી ઝિયાનાનો જન્મ થયો હતો. પરંતુ 7 જૂન 2022ના રોજ ચારુએ રાજીવને અલગ થવા માટે કાનૂની નોટિસ મોકલી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Charu asopa, Rajeev Sen

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन