રાજસ્થાનની સુમન રાવ બની ફેમિના મિસ ઈન્ડિયા 2019

News18 Gujarati
Updated: June 16, 2019, 9:18 AM IST
રાજસ્થાનની સુમન રાવ બની ફેમિના મિસ ઈન્ડિયા 2019
ફેમિના મિસ ઈન્ડિયા 2019 બની સુમન રાવ

વર્ષ 2019માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી સુમન 2018માં તાજથી ચૂકી ગઈ હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 56મી ફેમિના મિસ ઈન્ડિયા 2019નો નિર્ણય આવી ચૂક્યો છે. રાજસ્થાનની સુમન રાવે આ ખિતાબ જીતી લીધો છે. 22 વર્ષીય સુમને અનુકૃત વાસ બાદ હવે આ ખિતાબ જીત્યો છે. સુમન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરી રહી હતી. સુમને આ ખિતાબ જીતીને પોતાનું સપનું સાચું કર્યું છે. સુમનનું કહેવું છે કે તે જિંદગીમાં તે ચીજો કરવાની પણ હિંમત રાખે છે જેને લોકો અનિશ્ચિત માને છે.

સુમન જીવનમાં પોતાના માતા-પિતાથી ખૂબ જ પ્રભાવિત છે. મિસ ઈન્ડિયા 2019નો ખિતાબ જીતનારી સુમનનું કહેવું છે કે તેના માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી સુમન 2018માં તાજથી ચૂકી ગઈ હતી. ગયા વર્ષે તે પહેલી રનર અપ રહી હતી.

આ કાર્યક્રમ મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ ઇનડોર સ્ટેડિયમમાં આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર કેટરીના કૈફ, વિક્કી કૌશલ, મૌની રોય અને નોરા ફતેહી ઉપસ્થિત હતા. આ ઉપરાંત હુમા કુરેશી, દિયા મિર્ઝા અને ચિત્રાંગોા સિંહે આ શાનદાર સાંજની શોભા વધારી.

વર્ષ 2019માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી સુમન 2018માં તાજથી ચૂકી ગઈ હતી.


ફેમિના મિસ ઈન્ડિયાની જીત બાદ હવે સુમનનો આગામી ધ્યેય મિસ વર્લ્ડ ઈવેન્ટ હશે. સુમન આ રેસમાં ભારત તરફથી ભાગ લેશે. સુમન ઉપરાંત કેટલાક બીજા નામ આ ઇવેન્ટમાં ચર્ચામાં રહ્યા. તેલંગાનાની સંજના વિજ ફર્સ્ટ રનર અપ રહી. બિહારની શ્રેયા શંકરે મિસ ઈન્ડિયા યૂનાઇટેડ કોન્ટિનેન્ટ 2019નો ખિતાબ જીત્યો. છત્તીસગઢની શિવાની જાધવે મિસ ગ્રેન્ડ ઈન્ડિયા 2019નો ખિતાબ જીત્યો.

ફેમિના મિસ ઈન્ડિયા 2019 પ્રતિયોગિતામાં 30 કન્ટેસ્ટન્ટે ભાગ લીધો હતો. સુંદરતા અને ટેલેન્ટથી ભરેલી આ સાંજને કરણ જોહર, મનીષ પોલ અને પૂર્વ મિસ વર્લ્ડ અને મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરે હોસ્ટ કરી હતી.આ પણ વાંચો, બનારસ પહોંચ્યો રણબીર કપૂર, PM મોદી વિશે કહી ખાસ વાત
First published: June 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading