ફિલ્મ મિમીની શુટિંગ દરમિયાન પહોંચી અસલી પોલીસ, શુટિંગ રોકી ઉપકરણો સીઝ કરાયા

News18 Gujarati
Updated: November 15, 2019, 2:41 PM IST
ફિલ્મ મિમીની શુટિંગ દરમિયાન પહોંચી અસલી પોલીસ, શુટિંગ રોકી ઉપકરણો સીઝ કરાયા
ફિલ્મ મિમીની શુટિંગ દરમિયાન પહોંચી અસલી પોલીસ

ચુરુમાં ગુરુવારે બોલીવૂડ અભિનેત્રી પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન પર ફિલ્મ મિમીના દ્રશ્યો ફિલ્માવવામાં આવી રહ્યા હતા. પરંતુ આ સંબંધિત કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી નહોતી લેવામાં આવી.

  • Share this:
ચુરુ-  જિલ્લા મુખ્યાલય પર ગુરુવારે એ સમયે હડકંપ છવાઈ ગયો, જ્યારે ફિલ્મની શુટિંગ (Film shooting) દરમિયાન અસલી પોલીસ (Real police) પહોંચી ગઈ. પોલીસે ફિલ્મની શુટિંગને રોકીને ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા ઉપકરણો સીઝ (equipment seized ) કરી લીધા. અહીં ફિલ્મની શુટિંગ પ્રશાસનની અનુમતિ વગર જ થઈ રહી હતી. ફિલ્મની શુટિંગ કેસર બાલિકા સ્કૂલ પાસે જઈ રહી હતી. શુટિંગ રોકવાના કારણે ફિલ્મ કલાકાર (Film artist) નિરાશ થઈ ગયા.

પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન પર ફિલ્માવવામાં આવી રહ્યા હતા દ્રશ્યો

ચુરુમાં ગુરુવારે બોલીવૂડ અભિનેત્રી પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન પર ફિલ્મ મિમીના દ્રશ્યો ફિલ્માવવામાં આવી રહ્યા હતા. પરંતુ આ સંબંધિત કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી નહોતી લેવામાં આવી. ફિલ્મ મિમીનું પહેલું શેડ્યુલ રાજસ્થાનથી જ શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર સંદેશ નાયકે પરવાનગી વગર થઈ રહેલી શુટિંગને લઈને પોલીસને ફરિયાદ કરી. તે બાદ ત્યાં પહોંચેલી કોતવાલી પોલીસ દ્વારા શુટિંગ રોકવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી.

વિધિવત કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો
પોલીસ અધીક્ષક તેજસ્વની ગૌતમે જણાવ્યું કે ફિલ્મ મિમીના ડાયરેક્ટરે અનુમતિ માચે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો. તે બાદ કલેક્ટર કાર્યાલયે પોલીસ અધીક્ષક કાર્યાલયને પૂછ્યું હતું કે અનુમતિ આપવી યોગ્ય રહેશે કે નહીં. પરંતુ આ દરમિયાન જ ફિલ્મ પ્રોડક્શન ટીમે પરવાનગી વગર જ શુટિંગ શરૂ કરી દીધી. તેથી તેમના ઉપકરણોને સીઝ કરી વિધિવત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો.

રાનુ મંડલે હિમેશ સાથે ગાયું 'આશિકી' નું રીમિક્સ, YouTube પર નંબર વન ટ્રેન્ડ થયું
Loading...

સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...