શ્વેતા તિવારીનાં સપોર્ટમાં ઉતર્યો રાજા ચૌધરી, બોલ્યો- તે સારી મા અને પત્ની છે, પણ....

શ્વેતા તિવારીનાં સપોર્ટમાં ઉતર્યો રાજા ચૌધરી, બોલ્યો- તે સારી મા અને પત્ની છે, પણ....
ફાઇલ ફોટો

અભિનવ કોહલી (Abhinav Kohli) અને શ્વેતા તિવારી (Shweta Tiwari)ની વચ્ચે સતત વધતો જઇ રહેલાં મામલા પર એક્ટ્રેસનાં પહેલાં પતિ રાજા ચૌધરી (Raja Chaudhary)એ તેના મનની વાત કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઘર ઘરમાં 'પ્રેરણા'નાં નામથી ફેમસ થઇ ચુકેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) હાલમાં સાઉથ આફ્રીકાની રાજધાની કેપટાઉન (Cape Town)માં છે. જ્યાં તે ટીવી શો 'ખતરો કે ખિલાડી 11' (Khatron Ke khiladi 11) ની શૂટિંગ કરી રહી છે. તેની તસવીરો અને વીડિયો અંગે ચર્ચામાં છવાયેલી શ્વેતા હાલમાં તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં છે. દીકરા રેયાંશ અંગે તેનાં બીજા પતિ અભિનવ કોહલી (Abhinav Kohli) વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે. અભિનવે શ્વેતા પર આરોપો લગાવ્યાં બાદ એક્ટ્રેસે પહેલાં પતિ રાજા ચૌધરી (Raja Chaudhary)નું રિએક્શન સામે આવ્યું છે. બિગ બોસનો સ્પર્ધક રહી ચુકેલો રાજા ચૌધરી શ્વેતાનાં સપોર્ટમાં આવ્યો છે.

  અભિનવ કોહલી (Abhinav Kohli) અને શ્વેતા તિવારી (Shweta Tiwari) વચ્ચે સતત વધતા જઇ રહેલાં વિવાદ બાદ એક્ટ્રેસનાં પહેલાં પતિ રાજા ચૌધરી (Raja Chaudhary)એ તેની રાય આપી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે 'તેની (શ્વેતા)નાં બંને લગ્ન ચાલ્યા નહીં, આ તેનું ખરાબ નસીબ છે. પણ તેનો અર્થ એ જરાં પણ નથી કે, તે એક ખરાબ વ્યક્તિ છે. શ્વેતાનાં સપોર્ટમાં તેણએ કહ્યું કે, તે એક ખુબજ સારી માતા છે અને એક સારી પત્ની પણ છે.'  રાજાએ કહ્યું કે, હું શ્વેતા અને અભિનવનાં વચ્ચે જે ચાલે છે તેનાં પર કંઇ જ ટિપ્પણી ન કરી શકું. પણ એટલું જરૂર કહેવાં માંગીશ કે, શ્વેતાએ અભિનવને તેનાં દીકરાને મળવા દેવો જોઇએ. તેણએ કહ્યું કે, શ્વેતાએ તે સમજવું પડશે કે, એક કપલ તરીકે તેનાં અને અભિનવ વચ્ચે લાખો સમસ્યાઓ હોય પણ એક પિતા તતેનાં દીકરા કે દીકરીને ક્યારેય દુખ ન પહોંચાડી શકે.

  આપને જણાવી દઇએ કે, શ્વેતા અને અભિનવ કોહલી વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. દીકરાને મળવાં અને તેની કસ્ટડી અંગે શરૂ થયેલો આ વિવાદ હવે કોર્ટ સુધી પહોચી ગયો છે. શ્વેતાએ તેની સોસાયટીની CCTV ફૂટેજ શેર કરી છે જમાં તે પતિ અભિનવ પર ગંભીર આરોપ લગાવે છે. એક્ટ્રેસે શેર કરેલાં વીડિયોમાં અભિનવ શ્વેતાથી દીકરા રેયાંશને ખેંચતો નજર આવે છે. આ વીડિયોને જોયા બાદ ઘણાં સ્ટાર્સે શ્વેતાનાં સમર્થનમાં અભિનવની ધરપકડની માંગણી કરી છે.
  Published by:Margi Pandya
  First published:May 20, 2021, 09:28 am

  ટૉપ ન્યૂઝ