રાજ કુન્દ્રા મુંબઇ કોર્ટમાં લઇ જતા સમયે હાથ જોડેલો આવ્યો નજર, જુઓ VIRAL VIDEO

(PHOTO:Instagram/viralbhayani/rajkundra9)

વીડિયોમાં રાજ કુન્દ્રા (Raj Kundra)ને મુંબઇ પોલીસ બાઇકુલા જેલ (Raj Kundra Byculla Jail)થી મુંબઇ કોર્ટ તરફ લઇ જતો નજર આવે છે. આપને જણાવી દઇએ કે કોર્ટનાં આદેશ પર હવે તે 27 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં રહેશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી (Shilpa shetty) અને તેનો બિઝનેસમેન બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ની પોલીસ કસ્ટડી 23 જુલાઇનાં પૂર્ણ થવાની હતી. તેને પોર્નોગ્રાફી (Raj Kundra Pornography) સાથે જોડાયેલાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. આજે જ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી મામલે મુંબઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ સમયે તેનો કોર્ટ પરિસરમાં જ્યારે મીડિયાનો સામનો થયો તો તે તેમનાં હાથ જોડતા નજર આવ્યો હતો.

  આ પણ વાંચો- રાજ કુન્દ્રાની સાથે શિલ્પા શેટ્ટીનાં ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, આમને સામને કરી શકે છે પૂછપરછ

  વીડિયોમાં રાજ કુન્દ્રા બાઇકુલા જેલ (Raj Kundra Byculla Jail)થી મુંબઇ કોર્ટ તરફ લઇ જતો નજર આવે છે. આપને જણાવી દઇએ કે કોર્ટનાં આદેશ પર હવે તે 27 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં રહેશે. રાજની આસપાસ સાદા પોષાકમાં પોલીસ હાજર છે. જે રાજને તેમની સાથે કારમાં બેસાડીને લઇ જાય છે. રાજ તપાસ દરમિયાન તેને પુછવામાં આવતા સવાલોનો જવાબ આપતો નથી. ખબર છે કે, બિઝનેસમેને અત્યાર સુધી આ કેસમાં તેની ઉપર લાગેલાં તમામ આરોપોનો ઇન્કાર કરી લીધો છે. આપને જણાવી દઇએ કે, રાજની મોબાઇલ એપ્લિકેશન માટે અશ્લીલ કન્ટેન્ટ બનાવવાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે
  રિપોર્ટ્સ મુજબ આ કેસમાં શિલ્પા પણ જોડાયેલી હોવાની વાત સામે આવી હતી. તાજા રિપોર્ટ મુજબ, આ મામલે હજુ સુધી તેને કોઇ સમન્સ બજાવવામાં આવ્યાં નથી. પોલીસે કુન્દ્રાને આ મામલે મુખ્ય ષડયંત્રકર્તા જણાવવામાં આવ્યો છે. રાજ વિરુદ્ધ 4 ફેબ્રુઆરીનાં મુંબઇની માલવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. કુન્દ્રા પર IPCની કલમ 420 (છેતરપીંડી), 34, 292 અને 293 ઉપરાંત આઇટી એક્ટ સંબંધીત કલમ અને ઇનડીસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વૂમન પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
  Published by:Margi Pandya
  First published: