મુંબઈ : બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)અશ્લિલ ફિલ્મ મામલે ખરાબ રીતે ઘેરાતો જોવા મળી રહ્યા છે. તપાસમાં દરરોજ નીત નવા તથ્યો અને સાબિતી સામે આવી રહી છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રા અશ્લિલ ફિલ્મ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે તે એક મોટી ઇન્ટરનેશલ ડીલ કરવાના હતા. રાજુ કુન્દ્રા 121 પોર્ન વીડિયોને 8 કરોડ 93 લાખ 22 હજાર 180 (1.20 મિલિયન ડોલર) રૂપિયામાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા.
પોલીસ સૂત્રોના મતે રાજ કુન્દ્રાના બેંક એકાઉન્ટની તપાસમાં ખુલ્યું છે કે તેણે ઓનલાઇન બેટિંગ કરી છે. પોલીસને શંકા છે કે પોર્ન ફિલ્મથી કમાયેલા પૈસાનો ઉપયોગ બેટિંગમાં કરવામાં આવ્યો છે. પોલીસ આ એંગલની તપાસ કરવાની છે. 21 જુલાઇએ કુન્દ્રાની ધરપકડ પછી ઘણા ડેટા ડિલીટ કરવામાં આવ્યા છે. પોલીસ આ બધા ડેટાને રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે.
સામે આવતી માહિતી મુજબ રાજ કુન્દ્રાની એપ Hotshot પર પોર્ન ફિલ્મો બનાવવાં માટે દરરોજ એક નવું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવતું હતું. તો બીજી તરફ રાજ કુન્દ્રા તેનાં આ બિઝનેસમાં ફૂંકી ફૂંકીને કદમ મુકતો હતો. રાજને સારી રીતે અહેસાસ હતો કે ક્રાઇમ બ્રાન્ચની નજર તેનાં પર છે અને ક્યારેય પણ રેઇડ પડી શકે છે. અને આ માટે તેમે IT ટીમ પાસે 2 ટીબી ડેટા ડિલીટ કરાવ્યો હતો.
" isDesktop="true" id="1117313" >
શુક્રવારે 23 જૂલાઇનાં મુંબઇની કોર્ટે રાજની જ્યુડિશિયલ કસ્ટડી 27 જુલાઇ સુધી વધારી દીધી છે. આ દરમિયાન તેનાં સહયોગી રેયાન થોર્પેની પણ અટકાયત થઇ ગઇ છે. રાજ કુન્દ્રાને ભાયખલા જેલથી કોર્ટમાં લઇ જવામાં આવ્યાં. જ્યાં પોલીસની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે તેની પોલીસ કસ્ટડી 5 દિવસ માટે વધારી દીધી છે. ફેબ્રુઆરી 2021માં સામે આવેલાં કેસમાં અત્યાર સુધીમાં રાજ કુન્દ્રા સહિત 11 લોકોની ધરપકડ થઇ ગઇ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર