Breaking: કોર્ટે રાજ કુન્દ્રાને જેલ મોકલ્યો, 14 દિવસની વધી પોલીસ કસ્ટડી

રાજ કુન્દ્રાની ન્યાયિક હિરાસત 14 દિવસ વધી

પોર્નોગ્રાફી કેસમાં અટકાયત હેઠળ બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ની વધુ 14 દિવસ માટે પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોર્નોગ્રાફી કેસમાં અટકાયત હેઠળ બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ની વધુ 14 દિવસ માટે પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે. તેને વધુ 14 દિવસ જેલમાં વિતાવવા પડશે. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મોનાં નિર્માણ અને મોબાઇલ એપ દ્વારા તેને પ્રકાશિત કરાવાનો આરોપ છે.

    આ પણ વાંચો- સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યો 'ગિરા હુઆ ઇન્સાન', 'મિર્ઝાપુર'ને કહી પોર્ન

    રિમાન્ડ માટે કિલા કોર્ટ લઇ જવામાં આવ્યો રાજ કુન્દ્રા:
    રાજ કુન્દ્રાને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આજે મંગળવારનાં રાજ કુન્દ્રાને કિલા કોર્ટ લઇ જવામાં આવ્યો છે. રાજને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.


    આ પણ વાંચો- URVASHI RALUTELA: લંબાઇને કારણે 'Lamborghini'માંથી નીકળવામાં પડી મુશ્કેલી, જુઓ PHOTOS


    શું છે આખો મામલો?
    રાજ કુન્દ્રાની પોલીસે 19 જુલાઇનાં 2 કલાક પૂછપરછ બાદ અરેસ્ટ કરી લીધો હતો. રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને એપ્સ દ્વારા રિલીઝ કરવાનો આરોપ છે. પોલીસ મુજબ, રાજ આ કેસનો મુખ્ય આરોપી છે. રાજ ઉપરાંત ઘણાં લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. જે બાદ રાજની આજે કોર્ટમાં પેશી થઇ જેમાં તેની 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડી માટે મોકલવામાં આવ્યો હતો. હવે આજે આ કેસમાં રાજની વધુ 14 દિવસ માટે પોલીસ કસ્ટડી વધી છે.
    Published by:Margi Pandya
    First published: