Raj Kundra Pornography Case: 6 કલાક ચાલી શિલ્પા શેટ્ટીની પૂછપરછ, આ હતા ક્રાઇમ બ્રાન્ચનાં સવાલો
Raj Kundra Pornography Case: 6 કલાક ચાલી શિલ્પા શેટ્ટીની પૂછપરછ, આ હતા ક્રાઇમ બ્રાન્ચનાં સવાલો
શિલ્પા શેટ્ટીની ચાલી છ કલાક પૂછપરછ
Raj Kundra Pornography Case: મુંબઇ પોલીસ પર પલટવાર કરતાં રાજ કુન્દ્રાએ (Raj Kundra) હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે કહ્યું છે કે, 41A નોટિસ મુંબઇ પોલિસ દ્વારા તેને આપવામાં આવી નથી. 41A નોટિસ, પોલીસની સામે પેશી માટે હોય છે. આ નોટિસ મળ્યા બાદ જ તેનું પાલન જે તે વ્યક્તિને કરવાનું હોય છે. જો વ્યક્તિ આમ કરે છે તો તેની તેનાં આરોપો હેઠળ ધરપકડ થતી નથી. જોકે, કોઇ વ્યક્તિ નોટિસનાં નિયમોને નથી માનતી તો તેની ધરપકડ થઇ શકે છે.
મુંબઇ: પોર્નોગ્રાફી કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચનાં (Crime Branch) અધિકારીઓ શિલ્પા શેટ્ટીનાં (Shilpa Shetty) ઘરે પહોચ્યા હતાં. આ દરમિયાન એક્ટ્રેસથી છ કલાક સુધી પૂછપરછ થઇ હતી. શિલ્પાને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘણાં બધા સવાલ કર્યા હતાં. સાથે જ તેની બેન્ક ડિટેઇલ્સની પણ તપાસ થશે તેવી વાત સામે આવી છે. કારણ કે શિલ્પા પણ રાજ કુન્દ્રાની (Raj Kundra)સાથે વિઆન કંપનીની ડિરેક્ટર રહી છે. હાલમાં શિલ્પા અને રાજની અંધેરી સ્થિત વિઆન કંપનીમાં ક્રાઇમ બ્રાન્ચની રેડ હતી. આ દરમિયાન ઘણો બધો ડેટા પણ મળી આવ્યો હતો.
શિલ્પાની પૂછપરછ પૂર્ણ થઇ- મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓ શુક્રવારે શિલ્પાનાં ઘરે પહોંચ્યા હતાં જ્યાં તેમણે શિલ્પાને પોર્નોગ્રાફી (RAJ KUNDRA PORNOGRAGHY CASE) મામલે ઘણાં બધા સવાલ કર્યા હતાં. તેની 6 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. લાંબા સમય સુધી પૂછપરછ કર્યા બાદ હવે અધિકારી શિલ્પાનાં ઘરની બહાર આવી ગયા છે આ પૂછપરછ પૂર્ણ થઇ ગઇ છે.
ક્રાઇમ બ્રાન્ચે શિલ્પાને પુછ્યા આ સવાલો 1. શિલ્પા વિયાન કંપનીની ડિરેક્ટર ક્યારથી હતી? 2. શું તેને પોનોગ્રાફી રેકેટ અંગે કંઇ જાણ હતી? 3. વર્ષ 2020માં તેણએ ડિરેક્ટર પદ પરથી રાજીનામું કેમ આપી દીધુ?
આ ઉપરાંત સોર્સીસ મુજબ, તેનાં બેંક અકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિલ્પાનાં ઘરે જ તેની પૂછપરછમાં લાગી છે.
રાજ કુન્દ્રાએ પોલીસને કરી ચેલેન્જ- મુંબઇ પોલીસ પર પલટવાર કરતાં રાજ કુન્દ્રાએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે કહ્યું છે કે, 41A નોટિસ મુંબઇ પોલિસ દ્વારા તેને આપવામાં આવી નથી. 41A નોટિસ, પોલીસની સામે પેશી માટે હોય છે. આ નોટિસ મળ્યા બાદ જ તેનું પાલન જે તે વ્યક્તિને કરવાનું હોય છે. જો વ્યક્તિ આમ કરે છે તો તેની તેનાં આરોપો હેઠળ ધરપકડ થતી નથી. જોકે, કોઇ વ્યક્તિ નોટિસનાં નિયમોને નથી માનતી તો તેની ધરપકડ થઇ શકે છે.
27 જુલાઇ સુધી કસ્ટડીમાં રહેશે રાજ કુન્દ્રા- આપને જણાવી દઇએ કે, 19 જુલાઇનાં રાજ કુન્દ્રાને પોર્ન ફિલ્મો બનાવવા અને તેને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવાંનાં આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ તેણે 23 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યો છે. ગત 23 જુલાઇનાં રાજ કુન્દ્રાની કોર્ટમાં પેશી હતી. જેમાં કોર્ટે રાજ કુન્દ્રાને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર