'ગંદી બાત' ફેમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠે પોર્નોગ્રાફી મામલે મોટો ખુલાસો કર્યો, મચ્યો હડકંપ

રાજ કુન્દ્રા અને ગહેના વશિષ્ઠની ફાઇલ તસવીર

ફેબ્રુઆરીમાં ગહના વશિષ્ઠને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ઑનલાઇન પોર્નોગ્રાફીના મામલમાં ધરપકડ કરી હતી. તે હાલમાં જામીન પર બહાર છે.

 • Share this:
  નવી દિલ્હી : સૉફ્ટ પોર્નોગ્રાફીના મામલે શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)ના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ વચ્ચે એક્ટ્રેસ અને મોડેલ ગહના વશિષ્ઠ (Gehana Vasisth) ઉર્ફે વંદના તિવારએ એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં મુંબઈ પોલીસને ઉંડાણપૂર્વકની તપાસ કરવા માટે જણાવ્યું છે. તેમણે પોર્નોગ્રાફી સાથે જોડાયેલા હાઇપ્રોફાઇલ લોકો વિશે કહ્યું છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ ગહેના જણાવ્યું કે 'કાયદો પોતાનું કામ કરશે. અમને મુંબઈ પોલીસ પર વિશ્વાસ છે. જોકે, તેમને ઈરોટિક અથવા બોલ્ડ કન્ટેન્ટ સાથે પોર્નને જોડવું ન જોઈએ. અમે મુંબઈ પોલીસને કાયમ એક સારી ફોર્સ તરીકે જોઈએ છે. અંતે તો કોર્ટ જ નક્કી કરશે કે કોણ અપરાધી છે'

  આ પણ વાંચો : VIRAL PHOTOS: ધરપકડ બાદ પહેલી વખત સામે આવી રાજ કુન્દ્રાની તસવીરો

  રાજ કુન્દ્રાનું નામ લીધા વગર પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું, 'ગહના આ જ મામલામાં જામીન પર છે એટલે અમે વધુ કોમેન્ટ કરવા માંગતા નથી. તે પોતાના બચાવના અધિકારને પૂર્વાગ્રહનો શિકાર બનવા દેવા માંગતી નથી. પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કારણ કે અમીર જાણીતા લોકોની દુનિયાના અનેક લોકો આમા શામિલ છે.'

  મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેબ્રુઆરીમાં ગહના વશિષ્ઠને ફેબ્રુઆરીમાં ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલ દ્વારા આ ઑનલાઇન પોર્નોગ્રાફીના મામલે પકડવાાં આવી હતી. ગહના મિસ એશિયા બિકની વિનર રહી ચુકી છે અને બાલાજીની બોલ્ડ સીરિઝ ગંદીબાતમાં કામ કરી ચુકી છે. આ ઉપરાંત તેણે હિંદી અને તેલુગુ ફિલ્મમા પણ કામ કર્યુ છે.

  આ પણ વાંચો : પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ પછી ચર્ચામાં રાજ કુન્દ્રાનું જૂનુ ટ્વિટ, લખ્યું- પોલિટિશિયન જોવે છે PORN

  મુંબઈ પોલીસે સોમવારે 19મી જુલાઈની મોડી રાતે અશ્લીલ કેન્ટેન્ટ બનાવવા અને તેને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વેચવાના અથવા પ્રકાશિત કરવાના આરોપોસર રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. રાજની ધરપકડે બૉલિવૂડને ચોંકાવી દીધું હતું.
  Published by:Jay Mishra
  First published: