રાજ કુન્દ્રાએ જમાના સામે ખોલ્યું 'બેડરૂમ સીક્રેટ' ? શિલ્પા શેટ્ટી ભોઠી પડી ગઇ...

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાજ કુન્દ્રા (Raj Kundra) વાત કરતાં તેનું બેડરૂમ સીક્રેટ રિવેલ કરતો નજર આવે છે. હાલમાં વેલેન્ટાઇન ડેનાં સમયે આ પાવર કપલે યોર ડ્રીમ સ્ટોરી શેર કરવાનો એક કોન્ટેસ્ટ રાખ્યો હતો. આ વીડિયો તે કોન્ટેસ્ટનું પ્રમોશનલ વીડિયો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રા (Raj Kundra)ની જોડી બોલિવૂડની સૌથી પ્રખ્યાત જોડીઓમાંથી એક છે. બંનેની ક્યૂટ કેમેસ્ટ્રી હમેશાં ચર્ચામાં રહે છે. બંને તેની ક્યૂટ બોન્ડિંગથી સૌ કોઇનું દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર આ કપલ ઘણું જ એક્ટિવ રહે છે. અને સતત તેનાં મેજાદર વીડિયો અને મીમ્સ ફેન્સ સાથે શેર કરતાં રહે છે. વેલેન્ટાઇન ડેનાં સમયે રાજ કુન્દ્રાએ કંઇક એવું કર્યું કે, તેનાંથી શિલ્પા શેટ્ટી શરમમાં મુકાઇ ગઇ હતી.

  શિલ્પા શેટ્ટીએ એક વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં રાજ કુન્દ્રા વાત કરાતં તેનાં બેડરૂમ સીક્રેટ જાહેર કરતો નજર આવે છે. ખરેખરમાં વેલેન્ટાઇન ડે સમયે આ પાવર કપલે યોર ડ્રીમ સ્ટોરી શેર કરવા માટે એક ખાસ કોન્ટેસ્ટ રાખી હતી. આ વીડિયો તે કોન્ટેસ્ટનો પ્રમોશનલ વીડિયો છે. જેમાં રાજ કુન્દ્રા તેનાં બેડરૂમ સિક્રેટની પોલ ખોલતો નજર આવે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

  વીડિયોમાં રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટીને પુછે છે કે, તારો ફેવરેટ જોનર કયો છે. જેનાં પર શિલ્પા કંઇ નથી કહેતી.. તો રાજ કુન્દ્રા વિચારીને કહે છે કે, 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે.' આ સાંભળીને શિલ્પા શેટ્ટી શરમાઇ જાય છે અને જોર જોરથી હસવાં લાગે છે. ખુદ રાજ આ બોલ્યા બાદ હસવાં લાગે છે અને કહે છે, 'સોરી આ અમારું બેડરૂમ સીક્રેટ છે.' અને આ વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
  Published by:Margi Pandya
  First published: