બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) અશ્લીલ સામગ્રીના કેસમાં "મુખ્ય ફેસિલીટેટર" તરીકે સામે આવ્યો છે તેનાં પર આરોપ છે કે તેણે અન્ય આરોપીઓ સાથે મળીને યુવતીઓનું શોષણ કર્યું હતું. બિઝનેસ મેન રાજ કુન્દ્રા એક અશ્લીલ સામગ્રીના કેસમાં (Pornography Case) "મુખ્ય ફેસિલીટેટર" હતો અને તેણે અન્ય આરોપીઓ સાથે ફિલ્મ ઉદ્યોગમાં (Film Industry) સ્ટ્રગલ કરતી યુવતીઓનું અશ્લીલ રીતે ફિલ્માંકન કરી શોષણ કર્યું હતું, એમ મુંબઈ પોલીસે કોર્ટમાં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો હતો. બુધવારનાં રોજ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ 46 વર્ષીય કુન્દ્રા અને તેના સહયોગી રાયન થોર્પે વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ લગભગ 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે, 19 જુલાઈનાં રોજ રાજ કુન્દ્રા (Raj Kundra Case)ની ધરપકડ થઇ હતી. તેની સામેનો કેસ કથિત રીતે અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ દ્વારા તેને પ્રકાશિત કરવા સાથે સંબંધિત છે. અન્ય બે, સિંગાપોરના રહેવાસી યશ ઠાકુર અને લંડન સ્થિત પરદીપ બક્ષીને ચાર્જશીટમાં વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આ વર્ષે એપ્રિલમાં નવ વ્યક્તિઓ સામે આ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં પોલીસે કહ્યું છે કે ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મોના કેસમાં "મુખ્ય સહાયક" હતો. રાજ કુન્દ્રા વિરુદ્ધ ઘણાં પુરાવાઓ ટેક્નિકલ વિશ્લેષણ, સાક્ષીઓનાં નિવેદનો અને તેમની ઓફિસમાંથી જપ્ત કરાયેલા દસ્તાવેજો બાદ રાજનાં કારનામાં ખુલ્લા પડ્યાં છે.
પોલીસે જણાવ્યું કે રાજ કુંદ્રા અને થોર્પે અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે કાવતરું કરીને આર્થિક રીતે નબળી યુવતીઓનો લાભ લીધો હતો. જે ફિલ્મ ઉદ્યોગમાં સંઘર્ષ કરી રહી હતી અને તેમની સાથે અશ્લીલ ફિલ્મો બનાવી હતી. અશ્લીલ વીડિયો પછી વિવિધ વેબસાઇટ્સ તેમજ મોબાઇલ એપ્લિકેશન્સ પર અપલોડ કરવામાં આવ્યા હતા.
આ વીડિયો સબસ્ક્રિપ્શન દ્વારા વેચવામાં આવ્યા હતા અને રાજ કુન્દ્રાએ આ વીડિયો દ્વારા "ગેરકાયદેસર" રીતે કામ કરાવી તેનાંથી લાખો રૂપિયાની કમાણી કરી હતી, એમ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે. મહિલા પીડિતો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી - તેમને કાં તો નજીવું વળતર આપવામાં આવ્યું હતું અથવા તો કામ કરાવ્યાંનાં ઘણાં સમય સુધી કંઈ ચૂકવવામાં આવ્યું ન હતું. રાજ કુન્દ્રા અને તેના સહાયક રેયાન થોર્પે તેમના મોબાઈલ ફોન અને લેપટોપમાંથી વોટ્સએપ ચેટ અને ઈ-મેલનો પણ નષ્ટ કર્યા હતાં જેમાં આ કેસમાં મહત્વના પુરાવા છે.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે?
હાલમાં રાજ કુન્દ્રા અને રેયાન થોર્પે ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. તેમની જામીન અરજી મુંબઈ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. તો બીજી તરફ બુધવારનાં જ શિલ્પા શેટ્ટી વૈષ્ણો દેવી દર્શન માટે વૈષ્ણોદેવી દર્શન કરવાં પહોંચી છે. જેની તસવીરો પણ સામે આવી છે. હાલમાં જ તેનાં ઘરે બાપ્પા આવ્યાં હતાં. આ પહેલી વખત હતું જ્યારે શિલ્પા શેટ્ટીનાં ઘરે બાપ્પા આવ્યાં અને તેની સાથે રાજ કુન્દ્રા ન હતો.
શું હતો રાજ કુન્દ્રા પર કેસ? રાજ કુન્દ્રા પર શર્લિન ચોપરા ઉપરાંત અન્ય એક્ટ્રેસીસે આરોપ લગાવ્યો હતો કે, તેઓ તેની સાથે અશ્લિલ કામ કરાવતા હતાં. અને સાથે જ તેને જરૂરી વળતર પણ ચુકવતા ન હતાં. એટલું જ નહીં એક વખત રાજ કુન્દ્રા તેનાં ઘરમાં ઘુસી ગયો હતો અને તેને કિસ કરવા લાગ્યો હતો. આ તમામ આરોપો શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર લગાવ્યાં હતાં.
શિલ્પા શેટ્ટીની બ્રાન્ડ ઇમેજને થયું નુક્શાન રાજ કુન્દ્રાનાં જેલમાં જવાથી અને પોર્ન કેસમાં નામ ઉછળવાથી શિલ્પા શેટ્ટીની બ્રાન્ડ ઇમેજને ઘણું નુક્શાન થયું છે તેનાં હાથમાંથી ઘણી બ્રાન્ડ્સ જતી રહી છે. ઘણી બ્રાન્ડ્સે તેને રિપ્લેસ કરી દીધી છે તો ટીવી શો 'સુપર ડાન્સર 4'થી પણ તે બે અઠવાડિયા દૂર રહી હતી. જોકે, હવે તે પરત ફરી ગઇ છે.