રાજ કુન્દ્રાનો વકીલ બોલ્યો- 'કંટેન્ટ વલ્ગર હતું, પણ તેને પોર્નની કેટેગરીમાં ન મૂકી શકાય'

(PHOTO: Instagram @rajkundra9)

રાજ કુન્દ્રા (Raj Kundra)નાં વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે, કન્ટેન્ટ વલ્ગર હતું, પણ તેને પોર્નની કેટેગરીમાં ન મુકી શાકય. સાથે જ તેણે કહ્યું કે, આ રિમાન્ડમાં કંઇ જ એવું નથી જોવા મળ્યું જ બંને વ્યક્તિઓ રાજ અને રયાન પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવી રહ્યાં હતાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને અશ્લીલ ફિલ્મો (Pornographic Film Racket) બનાવવાનાં આરોપમાં અને તેને કેટલીક એપ દ્વારા અપલોડ કરવાનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 23 તારીખ સુધી તે ન્યાયિક અટકાયતમાં છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch) આ કેસની તપાસ કરી રહી છે. આ વર્ષે ફેબ્રુઆીમાં સામે આવ્યું કે, આ કેસમાં પોલીસે 6 મહિનાની તપાસ બાદ રાજ કુન્દ્રા સહિત 11 લોકોની ધરપકડ કરી છે આ મામલે હવે રાજ કુન્દ્રાનાં વકીલનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે.

  રાજ કુન્દ્રા (Raj Kundra)નાં વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે, કન્ટેન્ટ વલ્ગર હતું, પણ તેને પોર્નની કેટેગરીમાં ન મુકી શાકય. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ, તેણે કહ્યું કે, આ રિમાન્ડમાં કંઇ જ એવું નથી જોવા મળ્યું જ બંને વ્યક્તિઓ રાજ અને રયાન પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવી રહ્યાં હતાં.

  તેણએ અશ્લીલ સામગ્રી સંબંધમાં અન્ય ધારાઓની સાથે ઇલેક્‌ટરોનિક રૂપમાં અશ્લીલ સામગ્રી મોકલવા પર સૂચના પ્રસાર અધિનિયમની કલમ 67 એ નાં આવેદન પર પણ આપત્તિ જતાવી, કારણકે કાયદો 'વાસ્તવિક સંભોગ'ને અશ્લીલ માને છે.અને બાકી બધુ વલ્ગર કન્ટેન્ટનાં રૂપમાં કહેવામાં આવે છે.

  રાજ કુન્દ્રાની ધરપકડ પર વકીલે વધુમાં કહ્યું કે, ધરપકડ ત્યારે થવી જોઇએ જ્યારે તેનાં વગર તપાસ આગળ ન વધી સકે, પણ આ કેસમાં ધરપકડ બાદ તેનું ઇન્વેસ્ટિગેશન થઇ રહ્યું છે. રાજનાં વકીલે કહ્યું કે, તેની ધરપકડ કાયદાકીય રીતે નથી થઇ.

  રાજ કુન્દ્રા આ કેસમાં આગોતરા જામીન માંગ્યા હતાં, સાતે જ પોલીસે એમ પણ સ્પષ્ટ કર્યુ કે, આ મામલે શિલ્પા શેટ્ટીની કોઇ સંલિપ્તતા મળી નથી.  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ મુંબઇ પોલીસનાં સૂત્રોનો હવાલો આપી દાવો કર્યો છે કે, મુંબઇ પોલીસની સાથે કેટલાંક મહત્વનાં ઇલેક્ટ્રોનિક પૂરાવા છે. આ પૂરાવાની માનીએ તો રાજ પોર્ન બિઝનેસને બોલિવૂડ જેવો મોટો બનાવવાં ઇચ્છે છે. એટલું જ નહીં રાજ 'લાઇવ સેક્શુઅલ એક્ટ'ને આ બિઝનેસનું ફ્યૂચર માનતો હતો. મુંબઇનાં જોઇન્ટ પોલીસ કમિશ્નર મિલિંદ ભ્રામ્બેનાં જણાવ્યાં મુજબ, રાજની 'હોટશોટ' સહિત આ પ્રકારની તમામ સાઇટો એપ્પલ અને ગૂગલ પ્લેસ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.
  Published by:Margi Pandya
  First published: