Home /News /entertainment /

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રાની ફરી મુશ્કેલીમાં, હવે EDએ પોર્ન રેકેટ સાથે જોડાયેલો નવો કેસ દાખલ કર્યો

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રાની ફરી મુશ્કેલીમાં, હવે EDએ પોર્ન રેકેટ સાથે જોડાયેલો નવો કેસ દાખલ કર્યો

રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી

Raj Kundra In Fresh Trouble: ઇડી રાજ કુંદ્રા અને વિદેશમાં કામ કરતા લોકો સહિત અન્ય વ્યક્તિઓના નાણાંકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. ઇડીએ (ED) વિગતો એકત્રિત કર્યા બાદ ગયા અઠવાડિયે આ કેસ નોંધવામાં આવ્યો હતો. તેઓને થોડા દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj kundra)નું નામ અશ્લીલ વિડીયો કેસમાં સામે આવ્યા બાદથી તે ઘણીવાર ચર્ચામાં રહે છે. ફિલ્મો બનાવવા મામલે 20 જુલાઈ 2021ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. આ દરમિયાન ફરી એકવાર રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) તેની સામે મની લોન્ડ્રિંગ કેસમાં કેસ નોંધ્યો છે. ટૂંક સમયમાં જ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ કેસ મુંબઈ પોલીસની ફરિયાદ પર આધારિત છે. તે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાજ કુંદ્રા અને અન્ય લોકો અશ્લીલ એપ્સ ચલાવે છે.

    ઇડી રાજ કુંદ્રા અને વિદેશમાં કામ કરતા લોકો સહિત અન્ય વ્યક્તિઓના નાણાંકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. ઇડીએ વિગતો એકત્રિત કર્યા બાદ ગયા અઠવાડિયે આ કેસ નોંધવામાં આવ્યો હતો. તેઓને થોડા દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021માં પોલીસે મડ આઇલેન્ડના એક બંગલામાં દરોડા પાડ્યા હતા અને પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસની તપાસ બાદ પોલીસે કુન્દ્રાનું નામ લીધું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કુંદ્રાને જામીન પર મુક્ત કરાયો હતો. કુંદ્રાએ પોતાનો બચાવ કર્યો હતો અને ગુના સાથે જોડતો કોઈ સ્પષ્ટ પુરાવો ન હોવાનું કહ્યું હતું. તેણે થોડા મહિના જેલમાં વિતાવ્યા હતા.

    રાજ કુંદ્રા પર નાણાંકીય હેતુ માટે સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પોર્ન વિડીયો અપલોડ કરવાનો આરોપ હતો. પોલીસે આરોપ લગાવ્યો હતો કે, કુન્દ્રાનો યુકે સ્થિત કેનરિનમાં હિસ્સો હતો અને તે પોર્ન સામગ્રીના ઉત્પાદન અને વિતરણમાં સામેલ હતો. ઈડીની તપાસ મુજબ ફેબ્રુઆરી 2019માં રાજ કુંદ્રાએ આર્મ્સ પ્રાઈમ મીડિયા લિમિટેડ નામની કંપની બનાવી હતી અને હોટશોટ્સ નામની એપ તૈયાર કરી હતી. આ હોટશોટ્સ એપ રાજ કુન્દ્રાએ કેનરીન નામની યુકે સ્થિત કંપનીને 25,000 ડોલરમાં વેચી હતી. આ કંપનીના સીઈઓ પ્રદીપ બક્ષી વાસ્તવમાં રાજ કુન્દ્રાના બનેવી છે. આ હૉટસ્પૉટ એપના મેન્ટેનન્સ માટે રાજ કુન્દ્રાની કંપની વિહાને કેનરીન કંપની સાથે કરાર કર્યો હતો. તો આ મેઇન્ટેનન્સ માટે વિહાન કંપનીના 13 બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

    વધુ અહેવાલો મુજબ હોટસ્પોટ્સ એપ્લિકેશન એ મૂવીઝ માટેનું પ્લેટફોર્મ હતું. ભારતમાં ફિલ્મો બનાવી હોટસ્પોટ્સ એપ પર અપલોડ કરવામાં આવી હતી. આ પછી તેને જોવા માટે સબ્સ્ક્રિપ્શન્સ વેચવામાં આવ્યા હતા. ગ્રાહક દ્વારા થયેલી કમાણીની મોટી રકમ મેન્ટેનન્સના નામે રાજ કુન્દ્રાની કંપની વિહાનમાં મોકલવામાં આવતી હતી. આ રીતે ફિલ્મોથી કમાયેલા પૈસા યુકેથી ફરીને મેન્ટેનન્સના નામે રાજ કુંદ્રાની કંપનીના ખાતામાં આવતા હતા.
    First published:

    Tags: Adult movies, Porn Case, Raj Kudnra, Shilpa Shetty, ઇડી, એફઆઇઆર

    આગામી સમાચાર