Home /News /entertainment /એક તરફ પતિ રાજ કુન્દ્રા છે જેલમાં, અને SHILPA SHETTY એ સ્વતંત્રતા દિવસે કરી આ વાત
એક તરફ પતિ રાજ કુન્દ્રા છે જેલમાં, અને SHILPA SHETTY એ સ્વતંત્રતા દિવસે કરી આ વાત
Photo- theshilpashetty/Instagram
રાજ કુન્દ્રા પર લાગેલાં આરોપો બાદ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી છે. પહેલાં રોજ પોસ્ટ શેર કરનારી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ 13 દિવસો બાદ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે આજે દેશભરમાં મનાવવામાં આવી રહેલાં જશ્ન અંગે એક પોસ્ટ શેર કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આ દિવસો તેનાં પતિ અને બિઝનેસ મેન રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ (Raj Kundra Pornopgraphy Case) અંગે ચર્ચામાં છે. પતિ પર લાગેલાં આરોપો અંગે શિલ્પા સતત ટ્રોલ થઇ રહી છે. રાજ કુન્દ્રા આ દિવસોમાં ન્યાયિક હિરાસતમાં જેલમાં બંધ છે. આ વિવાદોની વચ્ચે શિલ્પા શેટ્ટીએ આજે સ્વતંત્રતા દિવસ (Indepence Day)ની 75મી વર્ષગાંઠ (75th Anniversary) પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે.
રાજ કુન્દ્રા પર લાગલેાં આરોપો બાદ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી છે. પહેલાં રોજ પોસ્ટ શેર કરનારી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ 13 દિવસો બાદ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે આજે દેશભરમાં મનાવવામાં આવેલી રહેલાં આઝાદીનાં જશ્ન અંગે પોસ્ટ શેર કરી છે.
શિલ્પા શેટ્ટીએ પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, 'દુનિયાભરમાં મારા તમામ સાથી ભારતીયોને સ્વંતંત્રતા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.' શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરી તેને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં ખરાબ રીતે ઘેરાયેલો છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે કડક તપાસ કરી રહી છે. જેમાં કેસનાં ઉંડાણ સુધી જઇ શકે છે અને તમામ સાક્ષ્ય સામે આવી શકે છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ દ્વારા પ્રસારિત કરવાનાં કેસમાં 19 જુલાઇ સુધી રાતનાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી લીધી છે.
ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરનારા વ્યક્તિની ધરપકડ થઇ ગઇ છે. આ વ્યક્તિનું નામ અભિજીત ભોમ્બલે છે. મુંબઇનાં માલવણી પોલીસ સ્ટેશનમાં એક એક્ટ્રેસે રાજ કુન્દ્રાની કંપનીમાં કામ કરનારા બે પ્રોડ્યુસર અને 2 ડિરેક્ટર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ બાદમાં ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ભોમ્બલે ઉપરાંત આ મામલે ગહના વશિષ્ઠ, અજય શ્રીમંત અને પ્રિન્સ કશ્યપ આરોપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર