મુંબઈ. પોર્ન મૂવી શૂટ (Porn Case) કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને લઈને એક આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. મામલામાં એક વોન્ટેડ આરોપીનો દાવો છે કે રાજ કુન્રા્રએ ધરપકડથી બચવા માટે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch)ને 25 લાખ રૂપિયા લાંચ રૂપે આપ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોર્ન મૂવી કેસમાં અરવિંદ શ્રીવાસ્તવ (Arvind Srivastava) ઉર્ફે યશ ઠાકુર (Yash Thakur) પણ આરોપી છે. તેણે ઇમેલના માધ્યમથી માર્ચમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ને તેની ફરિયાદ કરી હતી. તે સમયે ACBએ આ ફરિયાદને મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસમાં અપ્રિલ મહિનામાં મોકલી હતી. જોકે, શહેરના પોલીસ અધિકારી તેની પર કંઈ પણ બોલી નથી રહ્યા. બુધવારે ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્રાબેની અંધેરી સ્થિત ઓફિસમાં પણ દરોડા પાડ્યા હતા.
અરવિંદ શ્રીવાસ્તવની ફ્લિઝ મૂવીઝ (Fliz Movies) નામની ફર્મ હતી. તે પહેલા ન્યૂફ્લિક્સ (Nuefliks)ના નામથી હતી. તે અમેરિકા આધારિત ફર્મ છે. આ ફર્મ તરફથી માર્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. માર્ચમાં પોલીસે મામલામાં ફર્મનો ઉલ્લેખ કર્યો હતો અને તેના માલિક અરવિંદ શ્રીવાસ્તવના બે બેંક એકાઉન્ટને સીઝ કરી દીધા હતા. આ એકાઉન્ટમાં 4.5 કરોડ રૂપિયા હતા. ઇમેલમાં ન્યૂફ્લિક્સે દાવો કર્યો છે કે પોલીસના એક ખબરીએ ફર્મ સાથે 25 લાખ રૂપિયાની માંગ કરી હતી.
નોંધનીય છે કે, પોર્ન મૂવી કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે તેમના હાથે આરોપી ઉમેશ કામતે બનાવેલા 70 વીડિયો લાગ્યા છે. મળતી જાણકારી મુજબ, આ તમામ વીડિયો કામતે અલગ-અલગ પ્રોડક્શન હાઉસની મદદથી બનાવ્યા હતા.
બીજી તરફ, સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, હોટશોટ એપ (Hotshots App) પર અપલોડ કરવામાં આવેલા 20 મિનિટથી 30 મિનિટ સુધીના કુલ 90 વીડિયો પણ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન રાજ કુન્રા દને આ વીડિયો દર્શાવવામાં આવેલા જે ઉમેશ કામતે બ્રિટનની પ્રોડક્શન કંપની કેનરિનને મોકલ્યા હતા.
" isDesktop="true" id="1116857" >
ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન રાજ કુન્રાયો સતત દાવો કરી રહ્યો છે કે તે પોર્ન વીડિયો નથી બનાવતો પરંતુ અન્ય ઓટીટી પ્લેટફોર્મ આવનારા ઇરોટિક વીડિયોની જેમ જ વીડિયો બનાવતો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર