Home /News /entertainment /પોર્નોગ્રાફી કેસમાં નિર્દોષ છૂટવા માગે છે રાજ કુંદ્રાઃ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું કે મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે

પોર્નોગ્રાફી કેસમાં નિર્દોષ છૂટવા માગે છે રાજ કુંદ્રાઃ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું કે મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે

પોર્નોગ્રાફી કેસમાં નિર્દોષ છૂટવા માગે છે રાજ કુંદ્રા

Pornography Caseઃ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાએ કોર્ટમાં તમામ આરોપોમાંથી મુક્ત થવાની અપીલ કરી છે. હકીકતમાં રાજ કુંદ્રા ગયા વર્ષે પોર્નોગ્રાફી ઈન્ડસ્ટ્રી ચલાવવાનો આરોપ લાગ્યો હતો, જેના અંતર્ગત જુલાઈમાં તેના પર કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે હજી સુધી તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી

વધુ જુઓ ...
    એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાએ કોર્ટમાં તમામ આરોપોમાંથી મુક્ત થવાની અપીલ કરી છે. હકીકતમાં રાજ કુંદ્રા ગયા વર્ષે પોર્નોગ્રાફી ઈન્ડસ્ટ્રી ચલાવવાનો આરોપ લાગ્યો હતો, જેના અંતર્ગત જુલાઈમાં તેના પર કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે હજી સુધી તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી, એટલા માટે રાજે મુંબઈ સેશન કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે પોર્નોગ્રાફીથી તેને કોઈ લેવાદેવા નથી. સાથે જ કોર્ટમાં તેની વિરુદ્ધ કોઈપણ પુરાવા નથી મળ્યા, એટલા માટે તેણે આ મામલે નિર્દોષ છોડવામાં આવે.

    પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને જેલ થઈ હતી


    પોનોગ્રાફી કેસમાં રાજને મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. જેના પછી તેણે 2 મહિનાની જેલ થઈ હતી. કોર્ટની કાર્યવાહી લાંબી હોવાના કારણે રાજને સપ્ટેમ્બરમાં મુંબઈ સેશન કોર્ટમાં જામીન મળ્યા હતા. રાજને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યો નથી. તેથી રાજનું કહેવું છે કે તેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવે.

    રાજે પોતાને નિર્દોષ ગણાવ્યો


    પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં રાજે કહ્યું કે, હું ક્યારેય પોર્નોગ્રાફીના પ્રોડક્શન અથવા પછી ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ નથી થયો. મને એવું લાગે છે કે આ મામલે મારી સંડોવણીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને કાયદો અને વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે.

    મોબાઇલ એપ માટે પોર્ન ફિલ્મ બનવવા તથા વેચવાના કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ 20 સપ્ટેમ્બરના રોજ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટે જામીન આપ્યા હતા. જામીન મળ્યાના બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે રાજ ઘરે પરત ફર્યો હતો. પોતાના બંગલા કિનારામાં જતા સમયે પણ કોઈએ રાજની ઝલક જોઈ નહોતી. વિયાન ઇન્ડસ્ટ્રીની ઓફિસ હજી પણ બંધ છે.

    રાજ કુંદ્રાને આ શરતો પર જામીન મળ્યા


    જામીન ઓર્ડરની કૉપી પ્રમાણે, રાજ દેશ છોડી શકશે નહીં. આ સાથે જ તેણે પોતાનું એડ્રેસ તથા મોબાઇલ નંબર પણ કહેવાનાં હશે. જો એડ્રેસ બદલ્યું તો તેણે ક્રાઇમ બ્રાંચને આ અંગેની માહિતી આપવી પડશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Pornography case, Raj Kundra, Raj Kundra Pornography

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन