Home /News /entertainment /Raj Kundra Case: જેમ પોર્ન રેકેટનો ખુલાસો થયો રાજ કુન્દ્રાએ બદલી નાખ્યો હતો મોબાઇલ
Raj Kundra Case: જેમ પોર્ન રેકેટનો ખુલાસો થયો રાજ કુન્દ્રાએ બદલી નાખ્યો હતો મોબાઇલ
Instagram/viralbhayani/rajkundra9
પોર્નોગ્રાફી કેસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઇ પોલીસમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હવે કહેવાય છે કે જેમ કેસ દાખલ થયો તેમ રાજ કુન્દ્રાએ (Raj Kundra Pornography Case) તેનો મોબાઇલ ફોન બદલી નાખ્યો હતો.
Raj Kundra Case: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અશ્લીલ ફિલ્મ મામલે રાજ કુન્દ્રા (Raj Kundra)અંગે સતત નવાં નવાં ખુલાસા કરી રહી છે. રાજ કિન્દ્રાની ધરપકડ બાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ આ કેસનાં ઉંડાણ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. આ મામલે ફોરેન્સિંક એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે. આ વચ્ચે આ ખેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પોર્નોગ્રાફી અંગે આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઇ પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને હવે કહેવાય છે કે, જેમ કેસ દાખલ થોય રાજ કુન્દ્રાએ (Raj Kundra Pornography Case) તેનો મોબાઇલ ફોન બદલી નાખ્યો હતો.
આ વાતનો ખુલાસો રાજ કુન્દ્રાની ધરપકડ બાદ થયો છે. એટલે કે આ વર્ષે ફેબ્રુઆીમાં રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં પહેલી વખત સામે આવ્યું હતું. હવે પોલીસનું કહેવું છે કે, જ્યારે પહેલી વખત રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં સામે આવ્યું હતું, ત્યારે તેણે તુરંત જ તેનો મોબાલઇ બદલી નાંખ્યો હતો. આ કેસ ફેબ્રુઆરી 2021 ચર્ચામાં આવ્યો હતો અને જેમ રાજ કુન્દ્રાને આ વાતની ભનક લાગી હતી તેણે તેનાં બચાવને ધ્યાનમાં રાખતા તેનો મોબાઇલ ફોન બદલી નાંખ્યો હતો.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ બારીકીથી આ કેસની તપાસમાં લાગી છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે. અને અશ્લીલ ફિલ્મો બનાવવા અને મોબાઇલ એપ્સની માહિતી પ્રસારિત કરવાનાં આરોપમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલની લાંબી પૂછપરછ બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. ફેબ્રુઆરી 2021માં મુંબઇ પોલીસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ઉમેશ કામતની પોર્ન રેકેટ ચલાવવાનાં કેસમાં ધરપકડ કરી હતી.
ઉમેશ કામત પહેલાં રાજ કુન્દ્રાનો PA રહી ચૂક્યો છે અને તેની કંપનીમાં કામ કરતો હતો. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે, રાજ કુન્દ્રા આ સંપૂર્ણ કેસનો માસ્ટર માઇન્ડ છે. રાજ કુન્દ્રા અને લંડનમાં રહેતો તેનો ભાઇ કેનરિક નામની એક કંપની બનાવી છે. જેમાં અશ્લીલ ફિલ્મો બતાવવામાં આવે છે. જેની શૂટિંગ ભારતમાં થતી હતી અને પછી વિદેશ ટ્રાન્સફર કરવાંમાં આવતી અને ત્યાંથી રિલીઝ કરવામાં આવતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર