Home /News /entertainment /

Raj Kundra Case: કાનપુર કનેક્શન આવ્યું સામે, અરવિંદ શ્રીવાસ્તવ નામનાં વ્યક્તિની શંકાસ્પદ ભૂમિકા

Raj Kundra Case: કાનપુર કનેક્શન આવ્યું સામે, અરવિંદ શ્રીવાસ્તવ નામનાં વ્યક્તિની શંકાસ્પદ ભૂમિકા

File Photo

raj kundra case was also associated with kanpur: અરવિંદ સિંગાપુરમાં એક રિસ્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાં તે કામ કરે છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તેનાં વિરુદ્ધ લૂકઆઉટ કોર્નર નોટિસ જાહેર કરી છે.

    raj kundra case was also associated with kanpur: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પોર્ન ફિલ્મો (Porn Movies) બનાવવા કેસમાં 27 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડમાં છે. તો આ મામલે મુંબઇ પોલીસની તપાસ સતત ચાલુ છે. જેમાં અવાર નવાર નવાં ખુલાસા થઇ રહ્યાં છે. હવે હાલમાં આ કેસનું કનેક્શન કાનપુર (Kanpur Connection) સુધી હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચો- રાજને જોતા જ બાખડી પડી હતી શિલ્પા શેટ્ટી, પોલીસ રેઇડ દરમિયાન બંને વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો

    રાજ કુન્દ્રાની સાથે પોર્ન ફિલ્મ બનાવવાનાં કેસમાં તેનો સહયોગીનાં રૂપમાં અરવિંદ કુમાર શ્રીવાસ્તવ (Arvind Kumar Srivastav)નું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, અરવિંદ પણ રાજની સાથે અશ્લીલ ફિલ્મ બનાવતો હતો. અને તેનાંથી તેણે ખુબ બધા પૈસા કમાયા છે. તે પોર્ન ફિલ્મોથી થતી રકમથી સીધા તેનાં ખાતાની જગ્યાએ પત્ની હર્ષિતા અને પિતા નર્બદા પ્રસાદ શ્રીવાસ્તવનાં બેંક ખાતામાં માંગતો હતો. અરવિંદ સિંગાપુરમાં એક રિસ્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાં તે કામ કરે છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તેનાં વિરુદ્ધ લૂકઆઉટ કોર્નર નોટિસ જાહેર કરી છે.

    આ પણ વાંચો- Exclusive: રાજ કુન્દ્રા-ઉમેશ કામતનાં પોર્ન પર મેગા પ્લાન, ટ્રેલરથી કેમેરા એંગલ સુધી તમામ મુદ્દે થઇ હતી વાત

    તો અરવિંદ કુમાર શ્રીવાસ્તનું નામ સામે આવ્યાં બાદ અરવિંદ સાથે જોડાયેલાં લોકોનાં ઘણાં ખાતા સિઝ કરી દેવામાં આવ્યાં છે. જેમાં તેનાં પિત નર્બદા શ્રીવાસ્તવ અને પત્ની હર્ષિતા શ્રીવાસ્તવનું ખાતુ પણ છે. આ બંને ખાતા કાનપુર સ્થિત સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકનાં છે.

    આ પણ વાંચો- Prabhas: 200 કરોડની સંપત્તિનો માલિક છે પ્રભાસ, જીવે છે આવી લગ્ઝુરિયસ લાઇફ

    મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં અરવિંદ કુમાર શ્રીવાસ્તવનાં પિતા નર્બદા શ્રીવાસ્તવની પણ પૂછપરછ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, 'અરવિન્દ બીટેટ કર્યા બાદ સિંગાપુર ચાલ્યો ગયો હતો. જ્યાં તે HP કંપનીમાં કામ કરતો હતો. પોર્ન ફિલ્મોથી તેને કોઇ સંબંધ નથી. દીકરા સાથે ફોન પર વાત કરી તો તેણે કહ્યું કે, તે એજ કામ કરે છે જે કંપની તેને કરવાં કહે છે. તેણે જણાવ્યું કે, બેંકે તેમનું અકાઉન્ટ સીઝ કરી દીધુ છે. દીકરો અરવિંદ ક્યારેક ક્યારેક પૈસા મોકલે છે કારણ કે તે પોતે ઓર્ડિનન્સ રિટાયર્ડ છે. '
    Published by:Margi Pandya
    First published:

    Tags: Raj Kudnra Arrested, Raj Kundra, Raj Kundra Kanpur Connection, Raj kundra pornography case, Shilpa Shetty

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन