મુંબઈ : બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kundra Case)પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 19 જુલાઇએ ધરપકડ કરી હતી. ઘણા દિવસો સુધી જેલમાં બંધ રહ્યા પછી 20 સપ્ટેમ્બરે જામીન પર છૂટકારો થયો હતો. રાજ કુન્દ્રાની (Raj Kundra)અસર સૌથી વધારે તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)પર પડી છે. તેણે ગત દિવસોમાં ઘણા ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. જોકે જામીન પર જ્યારથી રાજ કુન્દ્રા ઘરે આવ્યો છે ત્યારથી શિલ્પા અને રાજ કોઇ તરફથી રિએક્શન આવ્યું નથી. જોકે શિલ્પા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ છે.
શિલ્પા શેટ્ટીએ આ મુશ્કેલ સમયમાં પોતાને પોઝિટિવ બનાવી રાખી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના જીવનની ઝલકો પ્રશંસકો માટે શેર કરતી રહે છે અને પોતાની પોસ્ટથી લોકોને પ્રેરિત કરી રહી છે. શિલ્પાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં એક બુકનું પેપર શેર કર્યું છે. જેને વાંચીને લાગે છે કે તે કોઇ મોટો નિર્ણય કરવાની (Shilpa Shetty Big Decision)છે. પ્રશંસકોના મનમાં અભિનેત્રીના પોસ્ટને લઇને ઘણા પ્રકારના સવાલ ઉઠવા લાગ્યા છે. જોકે તેના આ પોસ્ટથી એ સ્પષ્ટ નથી કે કેવો નિર્ણય કરશે.
પોસ્ટમાં શેર કરેલા પાનામાં લખવામાં આવ્યું છે કે અમે શું કરવા માંગ્યું અને શું નહીં. અંતમાં આપણે તે માટે જવાબદાર હોઇએ છીએ. જો આપણે નસીબવાળા હોઈએ તો મિત્રો અને પરિવારનો સપોર્ટ મળે છે. જોકે ક્યારેક ના ક્યારેક આપણે નિર્ણય લેવો પડે છે અને પોતાની જવાબદારી લેવી પડે છે. સાચું થશે કે ખોટું એ આપણા પણ નિર્ભર કરે છે. આપણે ઉંડો શ્વાસ લઇને તે સલાહ પણ ધ્યાન દઈએ છીએ અને પોતાના અનુભવથી તે કહીએ છીએ જે સાચું લાગે છે. જો ચીજો કામ કરે તો આપણને સંતોષ થાય છે. તો આપણે તેની જવાબદારી લઇએ છીએ અને આગળ વધી જઇએ છીએ.
પાનાના અંતમાં લખ્યું કે હું લોકોના સલાહ અને સપોર્ટ ઘણા લઉં છું પણ આખરે હું જાણું છું કે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય મારે જ લેવાનો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર