Raj Kundra Case: રાજ કુન્દ્રાના 2 બેંક એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યા, ખાતામાં જમા હતા કરોડો રૂપિયા

રાજ કુન્દ્રાના 2 બેંક એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યા, ખાતામાં જમા હતા કરોડો રૂપિયા (તસવીર - Instagram @rajkundra9))

Raj Kundra Case: ક્રાઇમ બ્રાંચની ટીમે રાજ કુન્દ્રાના કાનપુર વાળા બે બેંક એકાઉન્ટ જપ્ત કરી લીધા

  • Share this:
    નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)અશ્લિલ ફિલ્મના મામલામાં ખરાબ રીતે ઘેરાઇ રહ્યા છે. મુંબઈ પોલીસને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે ઘણી ઝડપથી તપાસમાં લાગી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજ કુન્દ્રાના કાનપુર વાળા બે બેંક એકાઉન્ટ જપ્ત કરી લીધા છે.

    ઇ ટાઇમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે બેંક અધિકારીઓએ જણાવ્યું કે અશ્લિલ ફિલ્મ મામલાના સંબંધમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે ભારતીય સ્ટેટ બેંકને કાનપુરમાં રાજ કુન્દ્રાના બે સ્ટેટ બેંક ખાતોને જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. એસબીઆઈના અધિકારીઓએ કહ્યું કે આ બંને બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો - Karnataka Next CM: યેદિયુરપ્પા પછી કોણ બનશે કર્ણાટકના સીએમ? સંસદ ભવનમાં અમિત શાહ અને નડ્ડાએ કર્યું મંથન

    રિપોર્ટ પ્રમાણે રવિવારે બેંક ખાતાને સીઝ કરવા પછી કુન્દ્રા સાથે જોડાયેલો વધુ એક મામલો સામે આવ્યો છે. ઇ ટાઇમ્સને સૂત્રોએ જણાવ્યું કે અરવિંદ શ્રીવાસ્તવ રાજ કુન્દ્રાની પ્રોડક્શન કંપની ચલાવતો હતા અને પૈસા અરવિંદ શ્રીવાસ્તવની પત્ની હર્ષિતાને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા. અરવિંદના પિતા એનપી શ્રીવાસ્તવે એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે અરવિંદ છેલ્લા બે વર્ષથી ઘરે આવ્યો નથી અને તે ઘર ખર્ચના નામે સમય-સમયે પૈસા મોકલતો રહે છે. તેમણે એ પણ જણાવ્યું કે ફેબ્રુઆરી 2021માં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

    તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસને ક્રાઇમ બ્રાન્ચે અશ્લિલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા પ્રસારિત કરાવવાના મામલે રાજુ કુન્દ્રાની 19 જુલાઇએ ધરપકડ કરી છે.
    Published by:Ashish Goyal
    First published: