Home /News /entertainment /Raj Kundra Porn Case: 100 દિવસમાં જ કરોડપતિ થઇ ગઇ હતી કાનપુરનાં અરવિંદની પત્ની
Raj Kundra Porn Case: 100 દિવસમાં જ કરોડપતિ થઇ ગઇ હતી કાનપુરનાં અરવિંદની પત્ની
File Photo
Raj Kundra Porn Case: તપાસમાં આ વાત સામે આવી છે કે, રાજ કુન્દ્રાની કપંની ફ્લિજ મૂવીઝની કમાણીનો હિસ્સો કાનપુરનાં રહેવાસી અરવિન્દ શ્રીવાસ્તવની પત્ની હર્ષિતાનાં ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવતા હતાં. ખાતાની માહિતીથી માલૂમ પડ્યું કે, માત્ર 100 દિવસની અંદર હર્ષિતા કરોડપતિ થઇ ગઇ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજ કુન્દ્રા પોર્ન કેસ (Raj Kundra Porn Case)નું કાનપુર (Kanpur) કનેક્શન સામે આવ્યું છે. આ મામલે મુખ્ય આરોપીમાંથી એક અરવિંદ શ્રીવાસ્તવ (Arvind Shrivastava)ને અશ્લીલ બિઝનેસનો આ ખેલ ખુબ ફળ્યો હતો. 100 દિવસની અંદર અરવિંદની પત્ની હર્ષિતા કરોડપતિ થઇ ગઇ હતી. પાસમાં આ વાત સામે આવી છે કે રાજ કુન્દ્રાની કંપની ફ્લિજ મૂવીઝની કમાણીનો એક ભાગ કાનપુરનાં નિવાસી અરવિંદ શ્રીવાસ્તવની પત્ની હર્ષિતાનાં ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ખાતાની માહિતીથી માલૂમ થયું છે કે, હર્ષિતાનાં ખાતામાં માત્ર 100 દિવસની અંદર કરોડો રૂપિયા જમા થઇ ગયા હતાં.
પહેલી વખત ચેનલ ફ્લિજ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડથી અરવિંદની પત્ની હર્ષિતાનાં ખાતામાં 40 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. જે બાદ 100 દિવસમાં અરવિંદે જ પત્નીનાં ખાતામાં 2.15 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ પૈસા સેલરી તરીકે જમા કરવામાં આવ્યાં. જ્યારે પરિવારનું કહેવું છે કે, હર્ષિતા જોબ નથી કરતી.
આમ થયા રૂપિયા ટ્રાન્સફર- ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંકની બર્રા બ્રાન્ચમાં હર્ષિતાનું ખાતુ છે. 19 વર્ષ જુના આ ખાતાની તપાસમાં માલૂમ થયું કે, પોર્ન ફિલ્મોથી તનારી કમાણીનો અંદાજો લગાવી શકાય છે. ફ્લિજ ઓપસી પ્રાઇવેટ લિમિટેડે 10 મે, 2019નાં હર્ષિતાનાં ખાતામાં 40,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ 19 સ્પટેમ્બર સુધી ફ્લિજ મૂવીએ 23 વખત 36.60 લાખ રૂપિયા મોકલ્યા હતાં. એક જૂન 2020નાં અરવિંદે પત્નીને સેલરીનાં નામે 4.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ ગત વર્ષએ 22 ઓક્ટોબરનાં અરવિંદે 5100 રૂપિયા ટેસ્ટિંગ અમાઉન્ટ તરીકે હર્ષિતાનાં ખાતામાં મોકલ્યા. જે બાદ તેને 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. અરવિંદે 23 વખત 2 કરોડ રૂપિયા હર્ષિતાનાં ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. જેમાં સૌથી ઓછી રકમ 5 લાખ રૂપિયા છે અને સૌથી વધુ રકમ 17 નવેમ્બર 2020નાં ટ્રાન્સફર થઇ હતી જે 20 લાખ રૂપિયા હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર