રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ: Gehana Vashistha અને બે અન્ય લોકો પોલીસ સામે ન થયા હાજર
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ: Gehana Vashistha અને બે અન્ય લોકો પોલીસ સામે ન થયા હાજર
(Photo @gehana_vasisth/Instagram)
ગહના વશિષ્ઠ (Gehana Vashisth) અને અન્ય 2 લોકોને સમન્સ બજાવવામાં આવ્યા હતા છતાં તેઓ મુંબઇ પોલીસની સામે હાજર નહોતા થયા. કુન્દ્રાની ધરપકડ બાદ ગહેના વશિષ્ઠે એક વીડિયોમાં કહ્યું હતું કે, 'ઉત્તેજક સામગ્રી' અને અશ્લીલતામાં અંતર છે. ગહના, રાજ કુન્દ્રા (Raj Kundra)ની એપ માટે બનેલી ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ (Raj kundra Pornography Case)માં મુંબઇ પોલીસે ક્રાઇમ બ્રાન્ચને એક્ટ્રેસ ગહના વશિષ્ઠ (Gehana Vashistha) અને અન્ય બે લોકોને સમન્સ બજાવ્યાં હતાં. પણ રવિવારે પૂછપરછ માટે તેઓ રજૂ થયા ન હતાં. પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે, ઉલ્લેખનિય છે કે, પોલીસે હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મોમાં કથિત નિર્માણ અને તેનું કેટલીક એપ્સ પર પ્રદર્શન મામલે તેની ધરપકડ કરી હતી. કુન્દ્રાની ધરપકડ બાદ વશિષ્ઠે એક વીડિયોમાં કહ્યું હતું કે, 'ઉત્તેજક સામગ્રી' અને અશ્લીલતામાં અંતર છે. ગહના, રાજ કુન્દ્રા (Raj Kundra)ની એપ માટે બનેલી ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
અધિકારીનાં જણાવ્યાં મુજબ, ગહના વશિષ્ઠ અને અન્ય બે ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે રવિવારે સવારે તેમને સમન્સ બજાવ્યાં હતાં અને તેમને બપોરે 12 વાગ્યા બાદ પોલીસ સ્ટેશને હાજર રહેવા જણાવ્યું હતું. પણ તેઓ રવિવારનાં દિવસે પોલીસ સ્ટેશન પહોચ્યા ન હતાં. આ પહેલાં પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથમાં લેતા પહેલાં અશ્લીલ ફિલ્મોનાં કેસમાં મહારાષ્ટ્રનાં સાઇબર સેલમાં એક ફરિયાદ દાખલ કરાવી હતી.
તેમણે કહ્યું કે, મલવાણી પોલીસે બે મહિલાઓની ફરિયાદનાં આધારે FIR દાખલ કરી હતી. આ ઉપરાંત એક મહિલાએ મુંબઇથી 120 કિલોમીટર દૂર લોનાવાલા પોલિસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવી હતી. મલવાની પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી 2021માં કેટલાંક પીડિતોની ફરિયાદ દાખલ થયા બાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી દીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે, સાઇબર વર્લ્ડમાં આવી ઘણી બધી એપ્સ છે જેનાં પર અશ્લીલ સામગ્રી પીરસવામાં આવે છે. તેમણે કહ્યું કે, તે બાદ પોલીસે પ્રોડ્યુસરર રોમા ખાન, તેનાં પતિ, ડિરેક્ટર ગહના વશિષ્ઠ, નિર્દેશક તનવીર હાશમી અને ઉમેશ કામતની ધરપકડ કરી હતી. બાદમાં વશિષ્ઠને જામીન મળ્યાં હતાં. પોલીસની માહિતી પ્રમાણે આ મામલે 11 લોકોની ધરપકડ થઇ ગઇ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર