એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. હવે મુંબઇ પોલીસે પોર્નોગ્રાફી મામલે એક્ટ્રેસ શર્નિલ ચોપરા (Sherlyn Chopra)ને સમન્સ બજાવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઇ પોલીસ (Mumbai Police)એ આ મામલે ગહના વશિષ્ઠ (Gehana Vashisht)નો સંપર્ક કર્યો હતો અને પોતાનું નિવેદન દાખલ કરાવવા કહ્યું હતું. જોકે, ગહનાએ બહાર હોવાની વાત કરી પોતાનું નિવેદન દાખલ કરાવ્યું ન હતું. હવે મુંબઇ પોલીસે શર્લિન ચોપરાને પોતાનું નિવેદન દાખલ કરવાં બોલાવી છે.
મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવાં અને તેને એપનાં માધ્યમથી પ્રસારીત કરવાને કારણે ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં ઘણાં લોકોની ધરપકડ કરી છે. તપાસમાં એવાં ઘણાં એપ્સનો ખુલાોસ થયો છે જે દર્શકોને અશ્લીલ કન્ટેન્ટ પીરસે છે. આપને જણાવી દઇએ કે, ક્રાઇમ બ્રાન્ચની તપાસ પહેલાં, મુંબઇનાં અલગ-અલગ વિસ્તારમાં આ માામલે ફરિયાદ દાખલ થઇ હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર