Raj Kundra Arrested: અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં કેવી રીતે ઘેરાયા કુન્દ્રા? જાણો ઇનસાઇટ સ્ટોરી

ફાઈલ તસવીર.

Raj Kundra Arrested: મુંબઈ ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે રાજ કુન્દ્રા (Raj Kundra) આ કેસમાં ષડયંત્રકારના રોલમાં સામે આવી રહ્યા છે અને તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા પણ છે.

  • Share this:
    મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty)ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra Arrested)ની સોમવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા અને અમુક એપ મારફતે તેને પ્રદર્શિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચ આ મામલે તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે રાજ કુન્દ્રા આ કેસમાં ષડયંત્રકારના રોલમાં સામે આવી રહ્યા છે અને તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા પણ છે. જો તમને આ આખો મામલો શું છે તેની ખબર નથી તો જાણો ઇનસાઇટ સ્ટોરી-

    ક્યારે દાખલ થયો કેસ?

    રાજ કુન્દ્રા વિરુદ્ધ આ જ વર્ષે ચોથી ફેબ્રુઆરીના રોજ મુંબઈના માલવાની પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાંચે ફરિયાદ આપી હતી. તેમની વિરુદ્ધ ગુના સંખ્યા 103/2021 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈપીસીની કલમ 292, 293, 420, 34 અને આઈટી નિયમની કલમ 67 અને 67A સહિત કલમો લગાવવામાં આવી છે.

    આ પણ વાંચો: Kapil Sharmaના સેટનો પ્રથમ વીડિયો આવ્યો સામે, ભારતી, કૃષ્ણા અને સુદેશ ડાન્સ કરતાં નજરે પડ્યાં

    શું છે કેસ?

    હકીકતમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચની પ્રૉપર્ટી સેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રેક આપવાના બહાને મહિલાઓ અને યુવાઓને અશ્લીલ વીડિયો અને પોર્નોગ્રાફીમાં ધકેલી દેવાના એક મોટો રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. આ મામલામાં અત્યારસુધી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે પુરુષ અભિનેતા, એક લાઇટમેન તરીકે કામ કરતો વ્યક્તિ અને બે મહિલા સામેલ છે. આ મહિલાઓ વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર અને ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતી હતી.

    આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ પહેલાનો છે આ વીડિયો, જોઇ લો તેના તેવર

    આ કેસ સાથે જોડાયેલા આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે આ વીડિયો પ્રસારિત કરતા હતા, જેના બદલામાં ફી વસૂલ કરતા હતા. આ અંગેની માહિતી મુંબઈ ક્રાઇમ બ્રાંચની પ્રૉપર્ટી સેલને મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે મલાક પશ્ચિમના મડ ગામમાં અશ્લીલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પોલીસે એપીઆઈ લક્ષ્મીકાંત સાલુંખેના બંગલા પર દરોડો કર્યો તો ત્યાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.



    પ્રારંભિક તપાસમાં પોલીસને આરોપીએ પાસેથી મળેલા મોબાઈલમાંથી એક મોબાઇલ એપ મળી હતી. આ એપ પર વીડિયો અપલોડ કરવામાં આવતા હતા. અશ્લીલ વીડિયો જોવા માટે આ એપનું સભ્યપદ લેવું પડતું હતું. જેના માટે લાખો રૂપિયા ચૂકવવા પડતા હતા. આ ગેંગ પાસેથી આવી જ અન્ય મોબાઇલ એપ્લિકેશન મળી આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: