Home /News /entertainment /રાજ કુન્દ્રાની ધરપકડ થતા શિલ્પાએ અચાનક છોડી Super Dancer Chapter 4 ની શૂટિંગ
રાજ કુન્દ્રાની ધરપકડ થતા શિલ્પાએ અચાનક છોડી Super Dancer Chapter 4 ની શૂટિંગ
રાજનાં કારણે શિલ્પાએ છોડ્યું સુપર ડાન્સરનું શૂટિંગ
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેનો પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) ફરી એક વખત ચર્ચામાં છે. રાજ અને શિલ્પા હાલમાં જ તેમનાં લગ્ન અંગે વિવાદોમાં ઘેરાયેલા હતાં
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ આજે મુંબઇનાં ફિલ્મ સિટીમાં રિઆલિટી શો 'સુપર ડાન્સર 4' (Super Dancer Chapter 4)નું શૂટિંગ કરવાનું હતું. પણ એક દિવસ પહેલાં પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)એ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી. રાજને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો જ્યાં કોર્ટે તેને 23 જૂલાઇ સુધીનાં રિમાન્ડ પર મોકલ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેનો પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) ફરી એક વખત ચર્ચામાં છે. રાજ અને શિલ્પા હાલમાં જ તેમનાં લગ્ન અંગે વિવાદોમાં ઘેરાયેલા હતાં. તો સોમવારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પ્રોપર્ટી સેલને અશ્લિલ ફિલ્મ બનાવવા અને એવી એપ્સ દ્વારા તેને પ્રકાશિત કરવાનાં કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે. રાજ કુન્દ્રાએ આ મામલે ફેન્સ બાદ તાજા ખબર સામે આવી રહી છે. જેમાં શિલ્પા શેટ્ટીએ અંતિમ સમયે તેનાં રિયાલિટી શો સુપર ડાન્સર 4 (Super Dancer Chapter 4)ની શૂટિંગ કેન્સલ કરી દીધી છે. તો બીજી તરફ રાજને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને પોર્નોગ્રાફી મામલે કસ્ટડી હેઠળ રાજને કોર્ટે 23 જૂલાઇ સુધી પોલિસ રિમાન્ડમાં મોકલ્યો છે.
આપને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટી રિયાલિટી ડાન્સ શો 'સુપર ડાન્સર 4'માં જજ છે. આ શોની આજે મુંબઇની ફિલ્મ સિટીમાં શૂટિંગ થવાની હતી. પણ રાજ કુન્દ્રાનાં પોલીસ કેસમાં ફસાવવાથી શિલ્પાએ અંતિમ સમયે શૂટિંગ કેન્સલ કરાવી દીધી છે. સ્પોટબોયની ખબર અનુસાર, આઝે એપિસોડની શૂટિંગ થવાની હતી અને કરિશ્મા કપૂર આજનાં એપિસોડમાં સ્પેશલ ગેસ્ટ બનવાની હતી. પણ અંતિમ સમયમાં શિલ્પાએ શૂટિંગ કેન્સલ કરી હતી. તેથી બાકીનાં જજીસની સાથે શૂટિંગ કરવામાં આવી રહી છે. શોનાં સૂત્રોએ દાવો કર્યો છે કે, શિલ્પાએ પર્સનલ ઇમર્જન્સીને કારણે શૂટિંગ કેન્સલ કરી છે.
મે મહિનામાં પણ શિલ્પાએ પરિવાર કોરોનાની ચપેટમાં આવી જતાં શોથી દૂરી બનાવી લીધી હતી. ત્યારે શિલ્પાની જગ્યાએ મલાઇકા શોની જજ હતી. શિલ્પા ટૂંક સમયમાં જ તેની અપકમિંગ ફિલ્મ 'હંગામા 2' સાથે બોલિવૂડમાં કમબેક કરવાં જઇ રહી છે.
તો રાજ કુન્દ્રાનાં કેસની વાત કરીએ તો કોર્ટમાં પ્રોપ્ટી સેલે રાજ વિરુદ્ધ પૂરાવા રજૂ કર્યા અને જણાવ્યું કે, Vian નામની કંપનીમાં પ્રોપર્ટી સેલને ઘણી ફોરેન કરન્સી મળી છે. રાજ કુન્દ્રાનો ફોન પણ સીઝ કરી લેવામાં આવ્યો છે. અને તેની તપાસની માંગણી થઇ છે. આજ આધરે પોલીસે કોર્ટ પાસે રાજનાં રિમાંડની માંગણી કરી છે. અને કોર્ટે 23 જૂલાઇ સુધી રાજ કુન્દ્રાને રિમાન્ડ પર મોકલી દીધો છે. મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેનાં ઉપર અશ્લીલ વીડિયો રેકોર્ડ કરવા અને સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કરવાનાં આરપો હતાં. આ બાદ કેસ દાખલ થયો હતો. પ્રારંભિક તપાસમાં દોષિત સાબિત થતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
IT એક્ટ તથા IPC હેઠળ સજા આ કેસમાં IT કાયદાની 2009ની કલમ 67 (a) તથા IPCની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતા પહેલી ભૂલ પર પાંચ વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જોકે, બીજી ભૂલ પર જેલની સજા 7 વર્ષ સુધી વધી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર