Home /News /entertainment /RAJ KUNDRA CASE: રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાને કર્યું છે SEBIનાં કાયદાનું ઉલ્લંઘન, હવે લેવાશે એક્શન
RAJ KUNDRA CASE: રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાને કર્યું છે SEBIનાં કાયદાનું ઉલ્લંઘન, હવે લેવાશે એક્શન
(Photo @rajkundra9/Instagram)
આ મામલો 2015નો છે જ્યારે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) વિયાન કંપનીનો માલિક હતી. 2020માં શિલ્પા શેટ્ટીએ કપંની માંથી રાજીનામું આપી દીધુ હતું. રાજ કુન્દ્રા અને શિલ્પા પર આરોપ છે કે, તેમણે કંપનીની ગોપનીય જાણકારીઓ બાહર કરી દીધી ચે. આ મામલે સેબી (સિક્યૂરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)એ કાર્યવાહી કરી છે.
વિવેક ગુપ્તા/ મુંબઇ: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shiipa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) એટલે કે રિપુ સૂદન કુન્દ્રા પર હવે સેબીએ (સિક્યૂરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)એ એક્શન લીધો છે. સેબીએ રાજ કુન્દ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ (Viaan Industries)પર એક્શન લીધો છે. સેીબનાં પ્રિવેંશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગનાં નિયમો હેઠળ આ બંનેની સાથે સાથે શિલ્પા શેટ્ટી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. શેર માર્કેટનું રેગ્યુલેશન કરનારી આ કંપનીએ શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને વિયાન ઇન્ડસ્ટ્રીઝ ત્રણેય પર કૂલ 3 લાખ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. સેબીએ ત્રણેયને આ પેનલ્ટી ચુકવવાં 45 દિવસનો સમય આપ્યો છે. પ્રિફરેંશયલ અલોટમેન્ટની માહિતી આપવામાં મોડુ કરવાનાં આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલો 2015નો છે. જ્યારે શિલ્પા શેટ્ટી વિયાન કંપનીની માલિક હતી, 2020માં શિલ્પા શેટ્ટીએ કંપનાનાં પદ પરથી રાજીનામુ આપી દીધુ. રાજ કુન્દ્રા અને શિલ્પા પર આરોપ છે કે તેમણે આ કંપનીની ગોપનીય જાણકારી બહાર આવી છે. જેનાં પર તેની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Viaan Industries Limited)નાં શેરનાં ભાવમાં હેરફેર કરવાનો આરોપ છે.
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ દ્વારા પ્રસારિત કરવા મામલે 19 જુલાઇની રાત્રે રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી હીત જે બાદ 23 જુલાઇ સુધી તે પોલીસ કસ્ટડીમાં હતો. મુંબઇની કોર્ટે શુક્રવારે (23 જુલાઇ)નાં રાજની પોલીસ અટકાયતની અવધિ 27 જુલાઇ સુધી વધારી દેવામાં આવી હતી. જે બાદ કોર્ટે 27 જુલાઇનાં રાજ કુન્દ્રાની વધુ 14 દિવસની પોલીસ કસ્ટડી વધુ હતી.
" isDesktop="true" id="1119017" >
પોલીસે આ કેસમાં કથિત પોર્ન વીડિયોમેકર તનવીર હાશ્મી અને તેનાં આસિસ્ટન્ટ શિખાની ચાર ક્લાક સુધી પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રો મુજબ, તનવીર હાશ્મી રાજ કુન્દ્રા અને યશ ઠાકુર બંને માટે વીડિયો બનાવતો હતો. આરોપ છે કે, વીડિયો બનાવવનો કોન્ટ્રાક્ટ ગહના વશિષ્ઠ અને ઉમેશ કામત લાવતા હતાં. અને તે બાદ વીડિયો બનાવવાનું કામ તનવીર હાશમીને સોંપવામાં આવતું હતું અને તે વીડિયો બનાવતો હતો.
તનવીર હાશમીએ જણાવ્યું કે, 'મને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો હતો તેમણે મારી સામાન્ય પૂછપરછ કરી હતી. અમે ક્યારેય પણ પોર્ન નથી બનાવી. મને જેટલું માલુમ હતું તે સાથે જોડાયેલાં તમામ સવાલોનાં જવાબ મે આપ્યાં છે. અને કુન્દ્રા વિશે પુછવામાં આવ્યું તો મે કહ્યું કે, હું ક્યારેય તેમને મળ્યો નથી. મારુ કામ ફક્ત વીડિયો બનાવીને આપવાનું હતું. તેને પોર્ન ન કહી શાકય. મારી પહેલાં જરૂર ધરપકડ કરવામાં આવી હતી પણ મે કંઇ ખોટું કર્યું નથી તેથી હું હાલમાં જામીન પર બહાર છું... જે આરોપો લાગ્યા છે તે તમામ પર કંઇ કહેવા નહીં ઇચ્છું.. આગળની તપાસ પોલીસ કરી રહી છે....'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર