રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ સાથે કેવી રીતે જોડાયેલાં છે શિલ્પા શેટ્ટીનાં તાર? જોઇન્ટ એકાઉન્ટ ખોલશે તમામ 'રાઝ'

File Photo

રાજ કુન્દ્રાની ધરપકડ (Raj Kundra Arrest) બાદ હવે આ મામલે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. એક તરફ જ્યાં રાજ કુન્દ્રા પોલીસ અટકાયતમાં છે તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ સતત શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી રહ્યું છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોર્નોગ્રાફી કેમાં આરોપી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. અશ્લીલ ફલ્મો બનાવવાં અને તેને મોબાઇલ એપ્સ દ્વારા વેચવા માટે રાજ કુન્દ્રાને 27 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર લેવામાં આવી છે. રાજ કુન્દ્રાને મોકલી દેવામાં આવ્યો છે. રાજ કુન્દ્રાની ધપકડ બાદ હવે આ ખેસમાં તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે.

    આ પણ વાંચો- Raj Kundra Pornography Case : રાજ કુન્દ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ સરકારી સાક્ષી બનવા તૈયાર

    એક તરફ જ્યાં રાજ કુન્દ્રા પોલીસ અટકાયતમાં છેત્યાં બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ સતત શિલ્પા શેટ્ટીની પૂછપછ કરી રહી છે. એક ન્યૂઝ પોર્ટલની રિપોર્ટ મુજબ, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં તપાસમાં આગળ શિલ્પા અને રાજનાં જોઇન્ટ અકાઉન્ટનીત પાસ કરી રહી છે.

    આ પણ વાંચો- Exclusive: રાજ કુન્દ્રા-ઉમેશ કામતનાં પોર્ન પર મેગા પ્લાન, ટ્રેલરથી કેમેરા એંગલ સુધી તમામ મુદ્દે થઇ હતી વાત

    શિલ્પાએ કથિત રીતે આ જોઇન્ટ એકાઉન્ટ તેનાં ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન કરવાં અંગે છે. જે અંગે તેની પૂછપરછ કરવામાં આવી છે.અને પોલીસને કથિત રીતે સંદેહ છે કે, રાજનાં ખાતા અને કેનરિન લિમિટનાં ખાતા વચ્ચે લેણદેણ થઇ છે. જે રાજ કુન્દ્રાનાં બનેવી પ્રદીપ બક્ષીનાં સ્વામિત્વમાં છે. રાજ કુન્દ્રાની મુંબઇ સ્થિત સંપત્તિઓની તલાશ દરમિયાન પોલીસને અંધેરી સ્થિત વિયાન ઇન્ડસ્ટ્રીઝનાં કાર્યાલયમાંથી એક સિક્રેટ લોકર મળ્યું હતું.

    આ પણ વાંચો- રાજ કુન્દ્રાની ઓફિસની દીવાલમાં હતી 'ખુફિયા તિજોરી', પોલીસનાં હાથે લાગી ઘણી રહસ્યમય ફાઇલો

    આ કેસની તપાસ સુધી પહોંચવા માટે વિયાન ઇન્ડસ્ટ્રીઝ, આર્મ્સપ્રાઇમ અને હોટશોટ એપની ફોરેન્સિક ઓડિટિંગ કરવામાં આવી રહી છે. ઘણાં રિોપર્ટમાં આ મામલે શિલ્પા સાથે તાર જોડાયા હોવાની વાત સામે આવી છે. પોલીસે કુન્દ્રાને આ મામલે મુખ્ય ષડયંત્રકર્તા જણાવ્યો હતો રાજ વિરુદ્ધ 4 ફેબ્રુઆરીમાં મુંબઇનાં માલવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો- Prabhas: 200 કરોડની સંપત્તિનો માલિક છે પ્રભાસ, જીવે છે આવી લગ્ઝુરિયસ લાઇફ

    આપને જણાવી દઇએ કે, રાજ કુન્દ્રા પર IPCની કલમ 420 (છેતરપીંડી) 34, 292 અને 293 આ ઉપરાંત IT એક્ટ સંબંધિત કલમ અને ઇનડીસન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વૂમન (પ્રોહિબિશન) એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
    Published by:Margi Pandya
    First published: