રાજ કપૂર માટે લકી ચાર્મ હતી કે જાણી જોઇને પોતાની હિરોઇનોને પહેરાવતા હતા સફેદ સાડી

 • Share this:
  મુંબઇ : બે જૂન 1988માં બોલવૂડનાં ધ ગ્રેટ શોમેન રાજ કપૂરે દુનિયાને અલવિદા કરી હતી. આજે પણ જ્યારે તેમને યાદ કરવામાં આવે છે ત્યારે તેમની સ્ટાઇલ, વાતો અને તેમની ફિલ્મોની વાતો યાદ કરવામાં આવે છે. તેમની ફિલ્મોની ખાસ વાત તેમની હિરોઇનો હોય છે. રાજ કપૂર માટે કહેવામાં આવે છે કે, તેમણે જે રીતે હિરોઇનોને દર્શાવી છે તેવું કોઇ દર્શાવી નથી શક્યું. આજે પણ ઘણી હિરોઇન રાજ કપૂરની હિરોઇનોની જેમ દેખાય તેવું ઇચ્છે છે.

  તેને લકી ચાર્મ કહે કે, અંગત પસંદ, પરંતુ રાજ કપૂર પોતાની દરેક ફિલ્મોમાં હિરોઇનોને સફેદ સાડી જરૂર પહેરાવતા. કહેવામાં આવે છે કે, એકવાર તેમણે પત્ની કૃષ્ણાને સફેદ સાડી ભેટમાં આપી હતી. તેમને એ સાડી એટલી ગમી કે તે પોતાની દરેક ફિલ્મોમાં હિરોઇનોને સફેદ સાડી પહેરાવતા હતાં. જોકે, આ પાછળ કેટલાક લોકો રાજ કપૂરની ચાલાકી પણ માનતા હતાં. રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં મંદાકિનીને જે સાડી પહેરાવી હતી તે ઘણી જ વિવાદોમાં રહી હતી.

  સફેદ સાડી અને રાજ કપૂરની અનેક વાર્તાઓ પણ ચર્ચામાં હતી. કહેવાય છે કે, રાજ કપૂર જ્યારે નાના હતા ત્યારે સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી પર તેઓ મોહિત થઇ ગયા હતાં. જ બાદ તેમનો મોહ એટલો ઉંડો થઇ ગયો કેસ તેમણે પોતાની હિરોઇનોને સફેદ સાડી પહેરાવી. તે પછી નરગિસ હોય, પદ્મિની, વૈજયંતીમાલા, જિન્ન્ત, મંદાકીની આ હિરોઇનોને સફેદ સાડી પહેરાવી હતી. તેમની પત્ની કૃષ્ણા પણ ઘરમાં મોટે ભાગે સફેદ સાડી જ પહેરતી હતી.

   આ પણ વાંચો - 'મારા પતિ સાથે એક પળ હવે હું નથી રહી શકતી' સોનુ સુદથી મહિલાએ માંગી મદદ
  Published by:Kaushal Pancholi
  First published: