Home /News /entertainment /

મુનમુન દત્તા સાથે અફેરના સમાચાર વચ્ચે રાજ અનડકટે શેર કરી પોસ્ટ, લોકોએ કહ્યું- બબીતા જી ક્યાં છે

મુનમુન દત્તા સાથે અફેરના સમાચાર વચ્ચે રાજ અનડકટે શેર કરી પોસ્ટ, લોકોએ કહ્યું- બબીતા જી ક્યાં છે

ટપૂ અને બબીતા જી (તસવીર - @raj_anadkat instagram)

raj anadkat affair with munmun dutta- રિપોર્ટ્સ પ્રમાણે મુનમુન દત્તા એટેલ કે બબીતાજી અને ટપૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) છે. બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે

    મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ટીવી શો ના ટપૂ (Tapu)એટલે કે રાજ અનડકટ (Raj Anadkat)અને બબીતા જી (Babita ji)એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) આજકાલ ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે. જોકે બંનેએ પોતાના સંબંધોને લઇને હજુ સુધી કોઇ સાર્વજનિક રુપથી કશું કહ્યું નથી. આ અફેરના સમાચારથી લોકો ચકિત થઇ ગયા છે. આ દરમિયાન રાજ અનડકટે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. જે પછી પ્રશંસકો તેને બબીતા જી વિશે પૂછવા લાગ્યા હતા.

    એક્ટર રાજ અનડકટે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેણે ગણેશ ચતુર્થીના પ્રસંગે પ્રશંસકોને શુભકામના પાઠવી હતી. તેણે પોતાની ફોટો શેર કરીને પોસ્ટ કેપ્શનમાં લખ્યું કે ગણપતિ બાપા મોરિયા, ભગવાન ગણેશ તમને અને પરિવારને સારું સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે. આ પોસ્ટ પર યૂઝર્સ બબીતા જી ને લઇને સવાલ કરવા લાગ્યા હતા.

    એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે બબીતા જી સાથે સેટિંગ, મજે હૈ ભાઈ તેરે. અન્ય એક યૂઝરે લખ્યું કે તુમ તો બડે હૈવી ડ્રાઇવર નીકલે. અન્ય એકે પૂછ્યું કે બબીતા જી ક્યાં છે.

    આ પણ વાંચો - 'ટપ્પુ' પહેલાં આ એક્ટરને ડેટ કરી ચૂકી છે મુનમુન દત્તા, જાણો કોણ છે આ ટીવી સ્ટાર

    એક્ટર રાજ અનડકટે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે


    ઈ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે મુનમુન દત્તા એટેલ કે બબીતાજી અને ટપૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) છે. બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. જો તમે બંનેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર રાખતા હશો તો બંનેની પોસ્ટ અને કૉમેન્ટ પણ આ વાતનો ઈશારો કરે છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મુનમુન દત્તાની તસવીરો પર રાજની કૉમેન્ટ વાંચીને અવારનવાર એવું પૂછતા હોય છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? હવે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે, બંને વચ્ચે ફક્ત દોસ્તી નહીં પરંતુ તેનાથી કંઈક વધારે છે.

    ટીમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક સભ્યને પણ આ વાતની જાણ હોવાનું કહેવામાં આવે છે. તેનાથી વધારે, સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે બંનેને પરિવારને પણ આ સંબંધ અંગેનો જાણ છે. એટલે કે મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારો (Munmun Dutta family) પણ બંને વચ્ચેના સંબંધ વિશે વાકેફ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Babita Ji, Munmun Dutta, Raj Anadkat, Taarak Mehta Ka Ooltah Chashmah

    આગામી સમાચાર