Raimohan Parida Death : પીઢ અભિનેતા રાયમોહન પરીદા (Raimohan Parida)નું નિધન થયું, ભુવનેશ્વર સ્થિત તેમના ઘરેથી રાયમોહનનો મૃતદેહ મળી આવ્યો હતો, મણે 40 બંગાળી સહિત 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મોટાભાગની ફિલ્મો ઉડિયા ભાષામાં હતી.
Odia Popular Movie Actor Raimohan Parida Death News Update Today: ફિલ્મ ઉદ્યોગ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓડિયા ફિલ્મ્સ (Cinema of Odisha)ના પીઢ અભિનેતા રાયમોહન પરીદા (Raimohan Parida)નું નિધન થયું છે. તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી. શુક્રવારે ભુવનેશ્વર સ્થિત તેમના ઘરેથી રાયમોહનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના નિધનથી ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રાયમોહન પરીદાનો જન્મ 10 જુલાઈ, 1963ના રોજ થયો હતો. તેમણે 40 બંગાળી સહિત 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મોટાભાગની ફિલ્મો ઉડિયા ભાષામાં હતી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ઉડિયા ફિલ્મ સાગરથી કરી હતી. તેમની લોકપ્રિય ફિલ્મોમાં બંદાના, છઠી ચીરદેલે તુ, કાલીશંકર, તો બીના મો કહાની આધા, અસિબુ કેબે સાજી મો રાની, તુ થિલે મો દારા કહકુ, નીજા રે મેઘા મોટે, તો દર્દ નેબી મુ સાહે જન્મ, દે મા શક્તિ દે, રકતે લેખી ના, મો મન ખલી તુમ્હારી દર્દ, ઉડંદી સીતાનો સમાવેશ થાય છે.
વિલનની ભૂમિકાથી મેળવી હતી લોકપ્રિયતા
રાયમોહને ફિલ્મો (Raimohan Parida movies) ઉપરાંત ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. રાયમોહન ઓડિશાના ટોચના જાત્રા અભિનેતાઓમાંના એક હતા અને ઓડિયા જાત્રા જગત (Odia Jatra world)ના પ્રખ્યાત વિલન હતા. તેમણે વિલનના પાત્રો ભજવીને ચાહકોમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. તેઓ તેમના પ્રખ્યાત સંવાદ 'એ અનાની' માટે જાણીતા હતા. રાયમોહન પરીદાને ઓડિશા સ્ટેટ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને અભિનંદિયા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આજે ભલે તેઓ આ દુનિયામાં ન હોય પરંતુ તેમની એક્ટિંગ હંમેશા પોતાના ચાહકોના દિલમાં સ્મૃતિ બનીને રહેશે.
રાયમોહન પારીદા સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જીવનમાં અનેક ઉતાર-ચડાવનો અનુભવ કરી ચૂકેલી આવી ખુશમિજાજ વ્યક્તિ આવું કંઈક કરવાનું વિચારી શકે છે એ માનવું મુશ્કેલ છે. તેઓ આ પ્રોફેશનમાં ખૂબ જ સફળ રહ્યા હતા." અન્ય એક અભિનેતા શ્રીતમ દાસે કહ્યું કે, "ઝીરો ટુ હીરો" બની ગયેલી પરીદા આત્મહત્યા કરી શકે એ અવિશ્વસનીય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર