રાહુલ વૈદ્ય- દિશા પરમારની સુહાગરાત 'મામા'એ બગાડી, રાહુલે જાતે જણાવ્યો કિસ્સો

Photo-@israniphotography/Video Grab/Instagram

રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને દિશા પરમાર (Disha Parmar)નાં લગ્નનાં ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પણ આ એક વીડિયો એવો છે જેમાં તે તેનાં લગ્ન બાદ ફર્સ્ટ નાઇટ કેવી રીતે તેનાં સંબંધીઓએ બગાડી તે અંગે વાત કરે છે. રાહુલની સાથે સુહાગરાત પર એવું કર્યું કે તેને આજીવન તે ભૂલી શકશે નહીં.

 • Share this:
  Rahul-Disha FIRST NIGHT: ગત કેટલાંક મહિનાઓથી બિગ બોસ 14 ફેઇમ સિંગર રાહુલ વૈદ્ય (Rahul Vaidya)ને જે દિવસનો ઇન્તેઝાર હતો તે પૂર્ણ થઇ ગયો છે. 16 જૂલાઇનાં સંપૂર્ણ રીતિ-રિવાજો અને મોટાનાં આશીર્વાદની સાથે રાહુલ-દિશા (Disha Parmar)એ સાત ફેરા લીધા. લગ્ન બાદ તેમણે ગ્રાન્ડ રિસેપ્શન અને સંગીત સેરેમનીનું આયોજન પણ કર્યુ હતું. જેમાં ટીવીનાં તમામ સ્ટાર્સ પહોંચ્યા હતાં. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર (Social Media) વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેમાં તે તેની અને દિશાની સુહાગરાત (Rahul-Disha First Night)ની વાત કરતો નજર આવે છે.

  રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને દિશા પરમાર (Disha Parmar)નાં લગ્નનાં આમ તો ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પણ એક વીડિયો એવો છે જેમાં તે તેનાં લગ્ન બાદ તેની ફર્સ્ટ નાઇટ અંગે વાત કરે છે. અને તેનાં સંબંધીઓ વિશે જણાવે છે. તેની સુહાગરાત પર એવું થયું જેને તે આજીવન ભૂલી નહીં શકે.

  આ વીડિયો સંગીત સેરેમનીનાં રિહર્સલ દરમિયાનનો છે. જ્યાં રાહુલ તેનાં સંબંધી અને નિકટનાં મિત્રોની વચ્ચે દેખાય છે. આ દરમિયાન તેણે તેની ફર્સ્ટ નાઇટ અંગે ખુલાસો કર્યો છે. સિંગર કહે છે. 'નાના-નાની હસતા રહે છે. મામા પણ ખુબ જ પ્રેમાળ છે. મામા સવારે આવ્યાં મારા રુમમાં આ લિજન્ડ નિતિન મામા.. આ સવારે નાહી ધોઇને મારા રુમમાં આવ્યાં.. મારી ફર્સ્ટ નાઇટ હતી. હું આપને જણાવવાં ઇચ્છુ છું.. અહીં બધા જ ઘરવાળા છે મારા બે કઝિન છએ. આ મારી સાથે પાર્ટી કરી રહ્યાં હતાં. મે કહ્યું મારા રુમમાં આવી જાઓ. રાત્રે ખબર નહીં શું થયું. કે મારા બીજા મામા આવી ગયા મારા રૂમમાં રાત્રે ત્રણ વાગ્યે. મારી ફર્સ્ટ નાઇ હતી. મારી પત્ની મને પુછે છે.. આપણાં રૂમમાં અન્ય પણ કોઇ છે? આ લિજેન્ડ લોકો એવાં જ છે.'
  View this post on Instagram


  A post shared by (@rahulvaidya_worldwide)


  રાહુલે આગળ કહ્યું કે, 'પછી હું સુઇ ગયો.. સવારે 8 વાગ્યે નિતિન મનોહર જોશી મારા રૂમની બેલ મારે છે. અને મને પૂછે છે તુ સુતો હતો કે શું? મે કહ્યું હા સુતો છું. તો તે કહે છે મારું જેકેટ રહી ગયુ હતું તે લેવા આવ્યો છું... મામા તમે જેકેટ 12 વાગે પણ લઇ શકતા હતાં. પણ મારી ઉંઘ ખરાબ કરવા માટે આપનો આભાર.'

  રાહુલ અને દિશાનાં સંબંધીઓએ લગ્ન બાદ પહેલી રાતે તેમને ખુબજ પરેશાન કર્યા. આખી રાત ક્યારેક ભાઇઓ તો ક્યારેક મામા ખલેલ પહોંચાડતા રહ્યાં. આ કિસ્સો સાંભળ્યા બાદ ત્યાં હાજર સૌ સંબંધીઓ જ નહીં પણ રાહુલ-દિશાનાં ફેન્સ પણ હસી હસીને લોટપોટ થઇ ગયા છે.
  Published by:Margi Pandya
  First published: