Home /News /entertainment /

રાહુલ વૈદ્ય અને દિશા પરમારનાં લગ્નની તૈયારીઓ શરુ, થવાની છે ભારે ધમાલ

રાહુલ વૈદ્ય અને દિશા પરમારનાં લગ્નની તૈયારીઓ શરુ, થવાની છે ભારે ધમાલ

(PHOTO-@rahulvaidyarkv/Insatagram)

Rahul Vaidya-Disha Parmar Wedding: રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને દિશા પરમાર (Disha Parmar)નાં લગ્નની તૈયારીઓ બંને ઘમાં શરૂ થઇ ગઇ છે. કપલનાં મિત્રો અને ફેમિલી મેમ્બર્સે પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ કર્યું છે. જેની એક ઝલક આજે સામે આવી છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 ફેમ અને સિંગર રાહુલ વૈદ્ય (Rahul Vaidya)એ જે દિવસનો વર્ષોથી રાહ જોઇ રહ્યાં હતાં. અને તે ઇન્તેઝાર હવે પૂર્ણ થઇ ગયો છે. દિશા પરમાર (Disha Parmar) ટૂંક સમયમાં રાહુલને દુલ્હન બનવા જઇ રહી છે. લગ્નની ડેટ સામે આવ્યાં બાદ જેટલું એક્સાઇટમેન્ટ રાહુલ દિશાને છે. તેનાંથી ઘણું વધારે તેમનાં પરિજનો અને ફેન્સને થઇ રહી છે. લગ્નની તૈયારીઓ બંને ઘરમાં શરૂ થઇ ગઇ છે. કપલનાં ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સે પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ કરી દીધી છુ છે જેની એક ઝલક હાલમાં સામે આવી છે. જલ્દી જ શેરવાનીમાં સજીને દિશાનો દુલ્હો બનવાનો છે રાહુલ વૈદ્ય. હાલમાં જ તેની એક ઝલક ફેન્સની સાથે શેર કરી છે.

    રાહુલ વૈદ્ય (Rahul Vaidya) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનાં લગ્નની તૈયારીઓની એક ઝલક ફેન્સની સાથે શેર કરી છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તેનાં પરિવાર અને મિત્રોની સાથે નાચતા એક વીડિયો શેર કર્યો છે આ વીડિયો જોયા બાદ લાગે છે કે, બંનેનાં લગ્નમાં પરિવાર એક સ્પેશલ ડાન્સ કરવાનો છે.



    વીડિયો શેર કરતાં રાહુલે લખ્યું છે, 'આ આખરે થઇ રહ્યું છે.'




    તો બીજા વીડિયોમાં તેનાં મિત્રો અલી ગોનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. જેણે સિંગરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રીશેર કરી છે. તેણે વીડિયોઝનાં બંનેનાં ફેન પેજ પર પણ શેર કર્યા છે જે જોત જોતામાં વાયરલ થઇ રહ્યાં છે

    આપને જણાવી દઇએ કે, આ જોડી 16 જુલાઇનાં સાત ફેરા ફરવાની છે. રાહુલ વૈદ્ય-દિશા પરમારની લવ લાઇફ બિગ બોસ 14 દરમિયાન સૌની સામે આવી. રાહુલે દિશાનાં લગ્ન માટે બિગ બોસ હાઉસમાં પ્રપોઝ કર્યું હતું.




    બંનેનાં લગ્નની માહિતી ફેન્સને સોશિયલ મીડિયા પર આપી હતી. બંનેએ એક જેવી નોટ શેર કરી લખ્યું હતું. 'અમારા પરિવારવાળાની દુઆઓની સાથે, અમે આ સ્પેશલ મોમેન્ટને આપની સાથે શેર કરતાં પ્રસન્ન છીએ। અમે આપને જણાવીએ છીએ કે અમે ઉત્સાહિત છે. અમારા લગ્ન 16 જુલાઇ 2021નાં થવાનાં છે. અમે સાથે પ્રેમ અને એકજૂટતાનાં આ નવાં ચેપ્ટરને શરૂ કરવાનાં છીએ. આ માટે અમે આપનાં પ્રેમ અને દુઆની જરૂર છે. પ્રેમ- દિશા અને રાહુલ'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertanment News, News in Gujarati, Rahul vaidya Disha parmar, Wedding Prepration, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર