Rahul Vaidya Bday: ઇન્ડિયન આઇડલ-1થી શરૂ કરી કરિઅર, BB14માં મળી પોપ્યુલારિટી

રાહુલ વૈદ્યનો આજે 34મો જન્મદિવસ છે (Photo-Instagram)

રાહુલ વૈદ્ય (Rahul Vaidya) ઇન્ડિયન આઇડલ સીઝન 1નો સેકેન્ડ રનરઅપ (Indian Idol) રહ્યો હતો. ત્યાંથી તેની બિગ બોસ 14ની (BigBoss14) સફર સહેલી ન હતી. આજે રાહુલ તેનો 34મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાહુલ વૈદ્ય ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ થઇ ગયો છે. રાહુલ વૈદ્ય (Rahul Vaidya) ઇન્ડિયન આઇડલ સીઝન 1નો સેકેન્ડ રનરઅપ (Indian Idol) રહ્યો હતો. ત્યાંથી તેની બિગ બોસ 14ની (BigBoss14) સફર સહેલી ન હતી. આજે રાહુલ તેનો 34મો જન્મ દિવસ (Happy Birthday Rahul Vaidya) ઉજવી રહ્યો છે. રાહુલ વૈદ્યએ કરિઅર શરૂ થયા બાદ પાછળ વળીને જોયું નથી. તેને ન ક્ત રિયાલિટી શો 'આજા માહિ વે' અને 'ઝૂમ ઇન્ડિયા' પણ હોસ્ટ કર્યો છે. પણ તેને ખરી પોપ્યુલારિટી બિગ બોસ 14થી મળી. રાહુલ વૈદ્ય બિગ બોસ 14નો રનર અપ રહ્યો હતો. તેણે બિગ બોસમાં દર્શકોનું ખુબજ મનોરંજન કર્યું હતું.




    ઘણાં શોમાં ભાગ લઇ ચુક્યો છે- ઇન્ડિયન આઇડલ ઉપરાંત રાહુલ વૈદ્ય જો જીતા વહી સુપરસ્ટાર, મ્યૂઝિક કા મહામુકાબલા માં ભાગ લઇ ચુક્યો છે. આ શોમાં પણ તેને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો-Happy Birthday Kareena Khan: રૂ. 464 કરોડની માલકિન છે કરીના, મહિનાની કમાણી છે કરોડોમાં

    બિગ બોસ 14થી મળી પોપ્યુલારિટી- બિગ બોસ 14માં ભાગ લીધા બાદ રાહુલ વૈદ્યની પોપ્યુલારિટી રાતો રાત વધી ગઇ. તે શોનો રનરઅપ જરૂર રહ્યો પણ તેણે દર્શકોનો ખુબજ પ્રેમ મળ્યો હતો. રાહુલ વૈદ્ય અને અલી ગોનીની મિત્રતા પણ શોમાં સૌએ ખુબજ પસંદ કરી હતી. શો પૂર્ણ થયા બાદ બંને ઘણી વખત સાથે લંચ અને ડિનર પર જતાં નજર આવ્યાં હતાં.



    રાહુલ વૈદ્યે આ વર્ષે જ દિશા પરમાર સાથે લગ્ન કર્યાં.- રાહુલ વૈદ્ય બિગ બોસ 14 બાદ ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો. અહીં પણ તે ઘણાં બધા મુશ્કેલ સ્ટંટ કરતો નજર આવ્યો. હવે તે શોનાં ટોપ 5માં તેની જગ્યા બનાવી ચુક્યો છે. અને ફેન્સને આશા છે કે તે શો જીતશે.. જોકે ગત રોજ આવેલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શો અર્જુન બિજલાની જીતી ગયો છે.




    દિશા પરમાર સાથે કર્યા લગ્ન- રાહુલ વૈદ્યએ આ વર્ષે જુલાઇમાં દિશા સાથે લગ્ન કર્યાં. તેણે બિગ બોસનાં ઘરમાં જ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. જે બાદ તેણે હામી પણ ભરી હતી.




    માલદીવ્સમાં જન્મદિવસ ઉજવશે રાહુલ વૈદ્ય- રાહુલ વૈદ્ય આ વર્ષ તેનો સ્પેશલ જન્મ દિવસ ઉજવવાં દિશા પરમાર સાથે માલદીવ્સ જવાં રવાના થયો છે. તો તેની પત્ની દિશા પરમારની વાત કરીએ તો તે હાલમાં 'બડે અચ્છે લગતે હૈ-2'માં નજર આવે છે. આ શો દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: BusinessLatest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: