રાહુલ વૈદ્ય-દિશા પરમારને ચોળાઇ પીઠી, જુઓ તેમનાં પ્રેમનાં રંગની તસવીરો અને VIDEO

(PHOTO:dishul_lover_123/Instagram)

રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને દિશા પરમાર (Disha Parmar) આજે એક બીજાનાં જીવન ભર સાથ આપવાનો વાયદો કરવાનાં છે. રાહુલની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે . તેથી તેમનાં લગ્નની દરેક રસમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'બિગ બોસ' (Bigg Boss) ફેઇમ સિંગર રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર (Disha Parmar)નો આજે સૌથી ખાસ દિવસ છે. આજે એટલે કે 16 જુલાઇનાં બંને લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાવવાનાં છે. દિશા અને રાહુલનાં લગ્નની વિધી સતત ચાલુ જ છે. દિશા પરમારે તેનાં હાથમાં રાહુલનાં નામની મેહંદી લાગવી દીધી છે. આ બાદ પિઠીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. દિશાએ હલ્દીમાં પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે. અને તેનાં ચહેરા સહિત આખા શરીર પર પીઠી લાગેલી છે.

  સોશિયલ મીડિયા પર રાહુલ અને દિશાનાં વીડિયો અને તસવીરો સતત વાયરલ થઇ રહ્યાં છે. એક ફેન પેજે બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દિશાની ખુશી નજર આવી રહી છે. તે તેની મિત્રો સાથે મસ્તી કરતી નજર આવે છે.
  રાહુલ વૈદ્ય પણ હલ્દીમાં પીળા રંગનાં કુર્તા અને સફેદ પાયજામામાં નજર આવે છે. તેનાં પણ આખા શરીરે પીઠી ચોળેલી નજર આવે છે.
  રાહુલની બહેન શ્રુતિ વૈદ્યે પીળા રંગની સાડી પહેરી છે. શ્રુતિ જેમાં ખુબજ સુંદર લાગે છે. શ્રુતિએ તેનાં ભાઇની પીઠીનો ફોટો શેર કરતાં લખ્યું છે, 'મારી પીઠી ભાઇનો ગ્લો વધારી દેશે.'

  (PHOTO:shrutikvaidya/Instagram)

  આ ઉપરાંત શ્રુતિએ શેર કરેલાં વીડિયોમાં તે ડાન્સ કરતી નજર આવે છે.  રાહુલ વૈદ્ય અને દિશા પરમારનાં લગ્ન અને ફેન્સ ખુબજ ઉત્સુક છે. હાલમાં જ રાહુલે જણાવ્યું કે, લગ્ન બાદ તેઓ હનીમૂન પર યૂરોપ જવાંનું પ્લાનિંગ કરી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: