Home /News /entertainment /

રાહુલ રોય ગત 19 દિવસોથી છે હોસ્પિટલમાં દાખલ, જણાવ્યું હવે કેવી છે તબિયત

રાહુલ રોય ગત 19 દિવસોથી છે હોસ્પિટલમાં દાખલ, જણાવ્યું હવે કેવી છે તબિયત

રાહુલ રોય, એક્ટર

રાહુલ રોય (Rahul Roy)એ જે ફોટો શેર કરી છે તેમાં તે હોસ્પિટલનાં બેડ પર બેઠેલો નાસ્તો કરતો નજર આવે છે. તેણે તેનાં સ્વાસ્થ્ય અંગે પણ માહિતી આપી છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રાહુલ રોય (Rahul Roy)ની તબિયત સુધારા પર છે. ગત 19 દિવસોમાં તે હોસ્પિટલમાં દાખલ હતો. અને હવે તે સારુ અનુભવી રહ્યો છે. એક્ટરે હાલમાં મીરા રોડનાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે. હાલમાં તેની સ્પીચ થેરપી ચાલી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર તે સતત તેનાં ફેન્સ સાથે જોડાયેલો છે. હાલમાં જ રાહુલની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. એક્ટરે પોતે તે તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરીને જણાવ્યું છે કે હવે તેની તબિયત કેવી છે.

    રાહુલ રોય (Rahul Roy)એ જે ફોટો શેર કર્યા છે. તેમાં તે હોસ્પિટલનાં બેડ ઉપર બેઠેલો છે. અને નાશ્તો કરી રહ્યો છે. તેનાં સ્વાસ્થ્ય અંગે પણ તેને માહિતી આપી છે. રાહુલ લખે છે કે, 'હોસ્પિટલમાં મારો 19મો દિવસ નાશ્તો એન્જોય કરી રહ્યો છું. સ્વસ્થ થઇ રહ્યો છું.. મારા ડાયટનું ખુબ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે બંને ડોક્ટર્સ ઘણું ધ્યાન રાખી રહ્યાં છે.. આપ સૌને મારો પ્રેમ'




    રાહુલની આ પોસ્ટ પર તેનાં ફેન્સ સતત કમેન્ટ અને લાઇક કરી રહ્યાં છે. અને તેનાં જલ્દી ઠીક થવાની કામના કરી રહ્યાં છે.

    આ પણ વાંચો- બ્રેકઅપ બાદ કૃષ્ણાએ આ વ્યક્તિને કરી KISS,પૂર્વ BFએ કહ્યું- 'બહુ જલ્દી બદલાઇ ગઇ'

    આપને જણાવી દઇએ કે, કારગિલમાં ફિલ્મ LACનું શૂટિંગ રાહુલ રોય કરી રહ્યો હતો ત્યાં તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેને તુરંત જ મુંબઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શરૂઆતનાં ઇલાજ ICUમાં ચાલ્યુતં હતું જેનાં થોડા દિવસ બાદ તેને ICUની બહાર સિફ્ટ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો- 7 મહિનાની પ્રેગ્નેન્ટ કરીનાએ પહેર્યો ટાઇટ ડ્રેસ, વધેલા પેટ સાથે ચાલવામાં પણ થઇ રહી મુશ્કેલી

    ફિલ્મ 'આશિકી'થી રાહુલને ખુબજ પોપ્યુલારિટી મળી હતી. આ ફિલ્મનાં રિલીઝ થયા બાદ તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. જે બાદ તે 'સપને સાજન કે', 'ફિર તેરી કાહની યાદ આઇ', 'જન્મ', 'પ્યાર કા સાયા', 'જુનૂન', 'પહેલા નશા', 'ગુમરાહ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. પણ તેઓ એટલી ચાલી ન હતી. જે બાદ વર્ષ 2006માં તે રિયાલિટી શો બિગ બોસમાં નજર આવ્યો હતો અને તે આ શોનો વિનર પણ રહ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Health Update

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन