'બાલિકા વધૂ' પ્રત્યુષા બેનર્જીનો BF કામ્યા પંજાબી અને વિકાસ ગુપ્તા વિરુદ્ધ કરશે કેસ

પ્રત્યુષા બેનર્જીનો BF હવે કરશે કેસ

રાહુલે કહ્યું હતું, 'હું તે દિવસને ક્યારેય ભૂલી શકું તેમ નથી. પ્રત્યુષાના કહેવાતા મિત્રો વિકાસ ગુપ્તા તથા કામ્યા પંજાબીએ તેના મોત માટે મને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને જોવા માટે ભગવાન છે. મને ખ્યાલ છે કે હું નિર્દોષ છું. તેમને એ પણ ખબર છે કે તેમણે આ તમાશો કેમ કર્યો હતો?'

 • Share this:
  એન્ટરટેઇમેન્ટ ડેસ્ક: ટીવી શો 'બાલિકા વધુ' ફેઇમ પ્રત્યુષા બેનર્જીને ગયે પાંચ વર્ષ થઇ ગયા. હવે તેનાં બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પોતાના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ બંધ થાય તેની રાહ જોઈ રહ્યો છે. એક વાતચીતમાં રાહુલે આક્ષેપ મૂક્યો હતો કે પ્રત્યુષાને તેના પેરેન્ટ્સની લાલચે મારી છે. આ સાથે જ પ્રત્યુષાની મોત પાછળ પ્રત્યુષાનાં મિત્રો કામ્યા પંજાબી તથા વિકાસ ગુપ્તાએ રાહુલને જ જવાબદાર ઠેરવ્યો હતો. હવે રાહુલે કહ્યું હતું કે તે આ બંને વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.

  આ પણ વાંચો- પર્પલ કલરની બિકિનીમાં જોઇ લો Khushi Kapoorનો સુપર બોલ્ડ અવતાર

  વેબ પોર્ટલ સ્પોટબોયનાં જણાવ્યાં અનુસાર, રાહુલ રાજ સિંહે કહ્યું હતું, 'કોવિડને કારણે આ કેસ વધુ પડતો ખેંચાઈ ગયો. કોર્ટ મને ક્લીનચિટ આપે તે દિવસની રાહ જોઈ રહ્યો છું. મને ખ્યાલ છે કે હું નિર્દોષ છું. મેં પ્રત્યુષાને નથી મારી. તેના પેરેન્ટ્સની લાલચે જ તેને મારી નાખી છે. તે પેરેન્ટ્સની અંતહીન ડિમાન્ડ પૂરી કરવામાં સમર્થ નહોતી. મેં તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેને મારવાનો નહીં.'

  આ પણ વાંચો- VIDEO: ટાઈટ કપડા પહેરી URVASHI RAUTELA પસ્તાઈ, જાહેરમાં ન દેખાડાવાનું દેખાઈ ગયું

  રાહુલે કહ્યું હતું, 'હું તે દિવસને ક્યારેય ભૂલી શકું તેમ નથી. પ્રત્યુષાના કહેવાતા મિત્રો વિકાસ ગુપ્તા તથા કામ્યા પંજાબીએ તેના મોત માટે મને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને જોવા માટે ભગવાન છે. મને ખ્યાલ છે કે હું નિર્દોષ છું. તેમને એ પણ ખબર છે કે તેમણે આ તમાશો કેમ કર્યો હતો?'

  આ પણ વાંચો- VIDEO: ટાઈટ કપડા પહેરી URVASHI RAUTELA પસ્તાઈ, જાહેરમાં ન દેખાડાવાનું દેખાઈ ગયું

  રાહુલે કામ્યા તથા વિકાસ અંગે કહ્યું હતું, 'તેમણે કોઇ પૂરાવા વગર પબ્લિસિટી માટે મને બદનામ કર્યો છે. પ્રત્યુષાએ મને છેલ્લો ફોન કર્યો હતો અને તેમાં મારા વિરુદ્ધ કોઈ પુરાવા નહોતી. તે વાચતીતમાં પ્રત્યુષાએ મારી પર કોઈ આક્ષેપો મૂક્યા નહોતા. તેનું તમામ દુઃખ તથા ગુસ્સો તેના પેરેન્ટ્સ માટે હતો. તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. ત્યાં સુધી કે માનનીય જજ સાહેબે મને પ્રત્યુષાના છેલ્લા ફોન કોલને આધારે જામીન આપ્યા હતા.'

  આ પણ વાંચો- બીજી વખત મા બનવાની છે એક્ટ્રેસ LOVELEEN SASAN, આ અંદાજમાં સંભળાવી ગુડ ન્યૂઝ

  આપને જણાવી દઇએ કે, પ્રત્યુષાના મોત બાદ વિકાસ ગુપ્તા તથા કામ્યા પંજાબીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ પર પ્રત્યુષાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી તેવો આક્ષેપ કર્યો હતો

  આ પણ વાંચો- નુસરત જહાંએ બેબી બમ્પ સાથે પહેલો ફોટો શેર કર્યો, યુઝર્સે વિચિત્ર સવાલોની કરી ભરમાર

  રાહુલનું કહેવું છે કે, 'મને આ કેસમાં ક્લીનચિટ મળશે એટલે હું વિકાસ ગુપ્તા તથા કામ્યા પંજાબી પર માનહાનિનો કેસ કરીશ. તેમણે મારા જીવન તથા કરિયરને એટલું નુકસાન પહોંચાડ્યું છે કે તેની ભરપાઈ થઈ શકે તેમ નથી.

  કોઈ પણ કાર્યવાહી મારા જીવનનાં તે પાંચ વર્ષ પરત કરી શકે તેમ નથી. પ્રત્યુષાના મોત માટે મને જવાબદાર ઠેરવવામાં આવતા મારું તમામ કામ જતું રહ્યું. હું તે બંને પર માનહાનિનો કેસ કરીને એક રૂપિયાનું વળતર માગીશ.'
  Published by:Margi Pandya
  First published: