સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન બાદ ટીવી અને ફિલ્મ સ્ટાર્સ તેમનાં ઘરે પહોચ્યા જ્યાં તેમણે શ્રદ્ધાંજલિ આપી. રાહુલ મહાજન (Rahul Mahajan) આ દુખનાં સમયે એક્ટરનાં ઘરે ગયો હતો અને તેણે રાહુલનાં ઘરમાં શહનાઝ ગિલ અને એક્ટરની માતા રીતા શુક્લા (Rita Shukla)ની મુલાકાત લીધી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં અચાનક નિધનથી સૌ કોઇ આઘાતમાં છે. 40 વર્ષિય સિદ્ધાર્થ શુકલાનાં આ રીતે જવાથી સૌની પરિસ્થિતિ દયનીય થઇ ગઇ છે. સિદ્ધાર્થનાં સારા મિત્ર, બિગ બોસ સ્પર્ધક અને જિમમાં તેનાં પાર્ટનર રાહુલ મહાજન (Rahul Mahajan) તેનાં મિત્રનાં ઘરે પહોચ્યા હતાં જ્યાં તેમણે દિવંગત એક્ટરની માતા રિતા શુક્લા (Rita Shukla) અને તેની કથિત ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની મુલાકાત લીધી હતી. તેણે જણાવ્યું કે, રાહુલે જણાવ્યું કે શહનાઝ ગિલની સ્થિતિ કેવી છે.
સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન બાદ ઘણાં ટીવી અને ફિલ્મ કલાકાર તેનાં ઘરે પહોંચ્યા હતાં. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ, રાહલુનાં ઘરમાં શહનાઝ ગિલ અને એક્ટરની માતા રીતા શુક્લા (Rita Shukla) સાથે મુલાકાત કરી.
રાહુલે સિદ્ધાર્થની માતાને મળી તેમને સાંત્વના આપી. રાહુલે જણાવ્યું કે, ''તે એક મજબૂત મહિલા છે. તેમની આંખોમાં આંસૂ હતાં, પણ તે એક સ્ટ્રોગ મહિલા છે. તેમણે મને કહ્યું કે, આપણે સૌએ મરવાનું છે. પણ આટલી જલ્દી નહતું થવું જોઇતું.'' રાહુલે કહ્યું કે, તે એક મા છે અને કોઇપણ મા તેનાં દીકારને જતા કેવી રીતે જોઇ શકે છે.
શહનાઝ ગિલ અંગે વાત કરાતં તેણે ક્હયું કે, શહનાઝ સિદ્ધાર્થનાં ઘે જ હતી તે કોઇ જભાન વગર હતી. રડી રડીને તેની હાલત ખરાબ થઇ ગઇ હતી. તે ખુબજ કમજોર થઇ ગઇ છે. જાણે હમણાં કોઇ વાવાઝોડુ આવ્યું હોય અને બધુ લઇને જતું રહ્યું હોય.
સિદ્ધાર્થનાં ઘરેથી પરત ફરેલાં અલી ગોનીએ પણ ટ્વિટ કરી શહનાઝનો હાલ જણાવ્યો હતો કે, 'જે ચહેરો હમેશાં હસતો જોયો છે.. ખુશ જોયો આજે જેવો જોયો તે જોઇને દિલ તુટી ગયુ.. બસ સ્ટ્રોંગ રહેજે સના..'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર