રાહુલની પણ બની રહી છે બાયોપિક, નામ હશે 'માય નેમ ઈઝ રા ગા', જુઓ - Teaser

News18 Gujarati
Updated: February 10, 2019, 7:38 AM IST
રાહુલની પણ બની રહી છે બાયોપિક, નામ હશે 'માય નેમ ઈઝ રા ગા', જુઓ - Teaser
જર્નાલિસ્ટમાંથી ડાયરેક્ટર બનેલા રૂપેશ પોલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે

જર્નાલિસ્ટમાંથી ડાયરેક્ટર બનેલા રૂપેશ પોલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે

  • Share this:
થોડા મહિનામાં જ લોકસભા ચૂંટણી યોજાવાની છે અને સિલ્વર સ્ક્રીન પર પોલિટિકલ ડ્રામા ફિલ્મો આવવાની છે. ગત મહિને જાન્યુઆરીમાં સંજય બારૂના પુસ્તક પર આધારિત 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' રિલીઝ થઈ હતી. ત્યારબાદ સમાચાર આવ્યા કે, પીએમ મોદીની બાયોપીક પણ બની રહી છે, જેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી રહ્યો છે. હવે સમાચાર આવ્યા છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન પર પણ બાયોપીક બની રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું નામ 'માય નેમ ઈઝ રા ગા' હશે.

સૂત્રોનું માનીએ તો, આ ફિલ્મ પૂરી થવાની છે અને તેની શરૂઆત પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીની હત્યાથી શરૂ થાય છે, અને અગામી લોકસભા ચૂંટણી પહેલા હાલના સમયમાં ખતમ થઈ જાય છે. જર્નાલિસ્ટમાંથી ડાયરેક્ટર બનેલા રૂપેશ પોલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. તેમણે કહ્યું કે, મારી ફિલ્મ રાહુલ ગાંધીના બાળપણના દિવસોથી શરૂ થાય છે અને વર્તમાન સમયમાં રાહુલ ગાંધીના પોલિટિકલ વિવાદો પણ બતાવે છે. આ રાહુલની જિંદગીના મહત્વપૂર્ણ પહેલુંઓ જેમ કે સ્ટુડન્ટના રૂપે યૂએસમાં તેમની જિંદગી અને કોંગ્રેસ અધ્યક્ષ બનવા સુધી દેખાડવમાં આવી છે.તમને જણાવી દઈએ કે, પીએમ મોદી પર પણ ફિલ્મ બની રહી છે. પીએમ મોદી પરની આ ફિલ્મનું પહેલુ શિડ્યુલ ખતમ થઈ ગયું છે. આ ફિલ્મની કાસ્ટ અને ક્રુૂ ગુજરાતના અલગ અલગ વિસિતાર જેમ કે અમદાવાદ, કચ્છમાં 28 જાન્યુઆરીથી શૂટીંગ કરવામાં આવી રહી છે. અને 8 ફેબ્રુઆરીએ પહેલા શિડ્યૂલનું શૂટિંગ પુરૂ થઈ ગયું છે.

મળતી માહિતી અનુસાર, ફિલ્મના બીજા શિડ્યુલની શરૂઆત અમદાવાદથી થશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના ફર્સ્ટ લુક અને પોસ્ટરને જાન્યુઆરીમાં જ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મને ઓમંગ કુમાર ડાયરેક્ટ કરી રહ્યા છે, જે નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપીક છે. આમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને સફરને દર્શાવવામાં આવશે. આ ફિલ્મને સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પીએમ મોદીનો રોલ વિવેક ઓબેરોય નિભાવશે. ફિલ્મમાં વિવેક સિવાય દર્શન કુમાર અને બમન ઈરાનીને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે.
First published: February 9, 2019, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading