Home /News /entertainment /પરિણીતી અને રાઘવ જલ્દી કરશે સગાઈ? લગ્નને લઈને શરુ થઈ આ વાત! ડિઝાઇનરના ઘરે પહોંચી એક્ટ્રેસ
પરિણીતી અને રાઘવ જલ્દી કરશે સગાઈ? લગ્નને લઈને શરુ થઈ આ વાત! ડિઝાઇનરના ઘરે પહોંચી એક્ટ્રેસ
આ દિવસે કરશે સગાઈ...!
પરિણીતી ચોપરાને જ્યારથી AAP નેતા રાઘવ ચડ્ઢા સાથે સ્પોટ કરવામાં આવી હતી, તેની ડેટિંગની ખબરે જોર પકડ્યું છે. દરેક બાજએ ચર્ચા થઈ રહી છે કે, અભિનેત્રી જલ્દી જ રાજ્ય સભા મેમ્બર સાથે લગ્ન કરવા જઈ રહી છે. હાલમાં જ પરિણીતી એરક ડિઝાઈનરના ઘરની બહાર જોવા મળી હતી. ત્યારબાદથી તેના લગ્નની ચર્ચાએ વધારે જોર પકડ્યું છે.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. હંમેશા લાઈમલાઈટથી દૂર રહેનારી પરિમીતી ચોપરા જ્યારથી આમ આદમી પાર્ટીની સાંસદ રાઘવ ચડ્ઢા સાથે જોવા મળી છે તેમની ડેટિંગની અફવાઓ ઉડવાનું શરુ થઈ ગઈ છે. અભિનેત્રીને જ્યારે પહેલીવાર રાઘવ ચડ્ઢાની સાથે જોવા મળી છે, બંને એકસાથે રેસ્ટોરેન્ટની બહાર જોવા મળ્યા હતાં. જોકે, અત્યાર સુધી બંનેએ પોતાના સંબંધ પર ચુપ્પી સાધેલી છે, પરંતુ બંનેના સંબંધની અફવાઓ વિશે જાણવાની ફેન્સને ખૂબ જ ઉત્સુકતા છે.
રિલેશનશિપ અને ડેટિંગની અફવાઓ વચ્ચે એક નવી રિપોર્ટ જણાવી રહી છે કે પરિણીતી અને રાઘવના પરિવારોએ તેમના લગ્નની ચર્ચા શરુ કરી દીધી છે. ચર્ચા છે કે કપલ રોકા સેરેમની દ્વારા પોતાના સંબંધને નામ આપી શકે છે. રોકા સેરેમનીની ખબરો વચ્ચે પરિણીતીને બોલિવૂડના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પણ સ્પૉટ કરવામાં આવી હતી. જ્યારથી બંનેની રોકા સેરેમનીની અફવાએ હવા પકડી છે.
વળી, TOIની નવી રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, બંનેના પરિવારોએ લગ્નની ચર્ચા શરુ કરી દીધી છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે ક રાઘવ અને પરિણીતી બંને એક-બીજાને પહેલા પસંદ કરતા હતાં અને ઘણી બાબતમાં બંનેના કોમન ઈન્ટરેસ્ટે એકબીજાની નજીક આવવામાં મદદ કરી છે. બંનેના એક નજીકના સૂત્રએ TOIને જણાવ્યું કે, પરિણીતી અને રાઘવનો પરિવાર એક-બીજા સાથે થોડા જ સમયમાં મળવાના છે. બંનેના લગ્ન પર જલ્દી ઔપચારિક ઘોષણા થઈ શકે છે.
સૂત્રએ TOIને કહ્યુ- 'અત્યાર સુધી કોઈ ઔપચારિક સમારોહ નથી થયો, પરંતુ પરિવારમાં તેના વિશે ચર્ચા થઈ રહી છે અને જલ્દી કોઈ સેરેમની રાખી શકે છે. બંનેના પરિવારો આ સંબંધ માટે ખૂબ જ ખુશ છે અને સેરેમની માટે તારીખ નક્કી કરી રહ્યા છે. બંનેની વ્યસ્તતાને લઈને હાલ કોઈ તારીખ નક્કી કરી શકાઈ નથી. પરંતુ, જે પણ સમારોહ થશે તે પરિવાર અને નજીકના સભ્યોની હાજરીમાં થશે.'
રાઘવ ચડ્ઢા અને પરિણીતી ચોપરાને સતત બે દિવસ ડિનર અને લન્ચ ડેટ વિશે બહાર જતા જોવા મળ્યા છે. બંનેને સાથે જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને એક બીજાને ડેટ કરરી રહ્યા છે. જોકે, રાઘવ અને પરિણીતી દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સમાં એક સાથે ભણતર સાથે બંનેના ઘણા કોમન ફ્રેન્ડ્સ પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર