મહેશ ભટ્ટની હત્યાનું કાવતરું રચનાર મુખ્ય આરોપીને USમાંથી ડિપોર્ટ કરાયો

News18 Gujarati
Updated: April 3, 2019, 9:02 AM IST
મહેશ ભટ્ટની હત્યાનું કાવતરું રચનાર મુખ્ય આરોપીને USમાંથી ડિપોર્ટ કરાયો
મહેશ ભટ્ટ (ફાઇલ તસવીર)

ઓબેદ રેડિયોવાલા 2014માં ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પર કરવામાં આવેલા ફાયરિંગ તેમજ બોલિવૂડ દિગ્દર્શક મહેશ ભટ્ટની હત્યાનું કાવતરું રચનાર મુખ્ય આરોપી હતો.

  • Share this:
ન્યૂયોર્ક : અમેરિકામાં રહેતા ભારતીય નાગરિક કે જે હત્યાનો પ્રયાસ, ખંડણી, ચોરી તેમજ ગેરકાયદે હથિયારો રાખવાના ગુનામાં વોન્ટેડ હતો તેને અમેરિકાએ ડિપોર્ટ કર્યો છે. મંગલવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી અબ્દુલ્લા અબ્દુલરશિદ રેડિયોવાલાને અમેરિકાએ ભારતના અધિકારીઓને સોંપી દીધો છે.

અબ્દુલ્લા અબ્દુલરશિદ રેડિયોવાલા ઉર્ફે ઓબેદ રેડિયોવાલા 2014માં ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પર કરવામાં આવેલા ફાયરિંગ તેમજ બોલિવૂડ દિગ્દર્શક મહેશ ભટ્ટની હત્યાનું કાવતરું રચનાર મુખ્ય આરોપી હતો.

2005માં સીબીઆઈની સૂચનાથી રેડિયોવાલા સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હતી. આ સમયે MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) કોર્ટે રેડિયોવાલા સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું.

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રેડિયોવાલા ભારતમાં હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું, ખંડણી, બોગસ દસ્તાવેજો બનાવવા, છેતરપિંડી, ચોરી, ધમકી આપવી, ગુનેગારને મદદ કરવી, ગેરકાયદે હથિયારો રાખવા સહિતના ગુનામાં વોન્ટેડ હતો. રેડિયોવાલા ઇન્ટરનેટના માધ્યમથી ગુનેગારોની ટોળકીને માહિતી પૂરી પાડવા માટે પણ વોન્ટેડ હતો."

રેડિયોવાલીની વર્ષ 2017માં ન્યૂઝર્સીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂઝર્સી ખાતે ગેરકાયદે રહેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ન્યાયાધીશે તેને ભારતને સોંપી દેવાનો આદેશ કર્યો હતો.

આઈસીઈના જણાવ્યા પ્રમાણે 2018ના વર્ષ દરમિયાન અમેરિકામાંથી 256,085 પરદેશીઓને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા હતા અથવા તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.
First published: April 3, 2019, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading