આ હિરોઇનનાં 'લીક્ડ ન્યૂડ વીડિયો'એ મચાવી હતી બબાલ, 'ઘરની બહાર નીકળવુ થયુ હતું મુશ્કેલ'

આ હિરોઇનનાં 'લીક્ડ ન્યૂડ વીડિયો'એ મચાવી હતી બબાલ, 'ઘરની બહાર નીકળવુ થયુ હતું મુશ્કેલ'
રાધિકા આપ્ટેએ કરી દિલ ખોલીને વાત

રાધિકા આપ્ટે (Radhika Apte)એ તે સમય અંગે વાત કરી કે, જ્યારે તેનો એક ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઇ ગઇ હતી. અને વીડિયો માટે દાવો કરવામાં આવી રહ્યો હતો કે, વીડિયોમાં હાજર યુવતી તે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, ક્લીન શેવનાં વીડિયોમાં તે નહોતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) તેની શાનદાર એક્ટિંગથી લાખો દિલો પર રાજ કરે છે. રાધિકાને તેની એક્ટિંગની સાથે તેની બોલ્ડ અંદાજનાં કારણે જામીતી છે. તે ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાં ગણતરી થાય છે. અત્યાર સુધીમાં તેનાં કરિઅરમાં રાધિકા આપ્ટેએ ઘણાં યાદગાર રોલ કર્યા છે. જેનાં દ્વારા તેમણે ઇન્ડસ્ટ્રીમાં તેમની ખાસ જગ્યા બનાવી છે. આ બધાની વચ્ચે તે ઘણી વખત કોન્ટ્રોવર્સીમાં પણ રહી છે. ન્યૂડ વીડિયો લીક (Radhika Apte Leaked Nude Video) થવા પર તે ઘણી ટ્રોલ થઇ હતી. જેનાં પર હવે એક્ટ્રેસે ખુલીને વાત કરી છે.

  ગ્રેઝિયા (Grazia) મેગેઝિન સાથે વાતચીતમાં રાધિકા આપ્ટે એ આ વીડિયો અંગે વાત કરી અને જણાવ્યું કે, કેવી રીતે વીડિયો લિક થયા બાદ તેનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ તઇ ગયુ હતું. એક્ટ્રેસે જણાવ્યું કે, ફિલ્મ 'ક્લીન શેવ'નો એક વીડિયો લિક થયો હતો. વીડિયો લિક થયા બાદથી મારું ઘરની બહાર નીકળવુ મુશ્કેલ થઇ ગયુ હતું. ચાર દિવસ સુધી હું ઘરની બહાર નહોતી નીકળી શકી.



  એક્ટ્રેસે વધુમાં કહ્યું કે, 'જોકે વીડિયો વયારલ થયા બાદ કોઇપણ કહી શકતું હતું કે ,તે હું નથી. વીડિયો એક્ટ્રેસની મૂવી 'ક્લીન શેવ'નો તો. પણ રાધિકાનાં મુજબ, વીડિયોમાં જે યુવતી છે તે રાધીકા નથી. આ સાથે જ તેણે પાર્ચ્ડ અંગે પણ વાત કરી છે. તેણે આ રોલ તે સમયે મળ્યો હતો. જ્યારે તેને સૌથી વધુ જરૂર છે.'



  'પાર્ચ્ડ'માં પોતાનાં રોલ અંગે રાધિકાએ કહ્યું કે, 'મને આ પ્રકારનાં રોલની સાચેમાં ખુબજ જરૂર હતી. કારણ કે, જ્યારે આપ બોલિવૂડમાં હોવ છો ત્યારે આપને સતત જણાવવામાં આવે છે કે, આપે આપની બોડી સાથે શું કરવું પડે છે. અને હું હમેશાં આ વિચારતી હતી કે હું મારી બોડી અને શરીર સાથે કંઇ નહીં કરું. ન્યૂડ સીન આપવું થોડું ડરાવનું હતું. કારણ કે તે દિવોસમાં હું બોડી ઇમેજથી પરેશાન હતી. સ્ક્રીન પર ન્યૂડ થવું મારે માટે ઘણું પડકાર જનક હતું. '
  Published by:Margi Pandya
  First published:May 21, 2021, 17:56 pm

  ટૉપ ન્યૂઝ